Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વડોદરા:ધંધો કરવા માટે નાણાં ન મળતા જમાઈએ પત્ની સહીત સાસુને ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ

વડોદરા :શહેરના ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલી ઉમાનગર વસાહતમાં રહેતા પ્રવીણચંદ્ર સિકલીકર એસટી વિભાગ માં ડ્રાઇવિંગની નોકરી કરે છે. તેમની પુત્રીને જમાઈ અનિલ સિકલીકર (રહે-વૈશાલી સોસાયટી ,હાલોલ)એ ઝઘડો કરી ઘરમાંથી કાઢી મૂકતા હાલ તે પિયરમાં આવી રહે છે. દરમિયાન અનિલ ખોડીયાર નગર પત્નીના ઘરે પહોંચી ધંધો કરવા માટે રૂપિયાની માંગ કરી હતી. સાસુએ નાણા આપવાનો ઇનકાર કરતા અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમને બચાવવા પુત્રી તથા મોટી બહેન વચ્ચે આવતા તેમની સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો હતો .અને જાનથી મારી નાખવાની ધમકી આપી બે વર્ષના પુત્રને લઈ નાસી છૂટયો હતો.

 

(6:12 pm IST)