Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરત:અગાઉ લીંબાયત વિસ્તારમાં જમીનના પ્લોટ મુદ્દે ચાલતી અદાવતમાં ઘરમાં ઘુસી તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપીને અદાલતે ત્રણ મહિનાની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાં પાંચેક વર્ષ પહેલાં લિંબાયત વિસ્તારમા જમીનના પ્લોટના મુદ્દે ચાલતી અદાવતમાં ઘરમાં ઘુસીને બેફામ મારામારી કરી ઈજા પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં ત્રણ આરોપી બંધુઓને આજે સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અમિત કુમાર એન.દવેએ દોષી ઠેરવી ત્રણ માસની કેદ,રૃ.1 હજાર દંડ તથા દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો  છે.

લિંબાયત આસપાસનગર વિભાગ-1માં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના અમેઠી જિલ્લાના વતની  આરોપી હરીરામઅનંતલાલ  તથા નંદલાલ શીતલાપ્રસાદ ચોરસીયાને ફરિયાદી શ્યામલલી રાજેશકુમાર ચોરસીયા સાથે જમીનના પ્લોટ ખરીદવાના મુદ્દે ઝઘડો ચાલતો હતો. જેની અદાવતમાં ચોરસીયા બંધુ ત્રિપુટીએ તા.10-3-16ના રોજ ફરિયાદીના લિંબાયત ડુંભાલ ટેનામેન્ટના બ્લોક નં.ડી-2 રૃમ નં.5માં ગેરકાયદે ઘુસીને ફરિયાદી તથા સાક્ષી રાજેશભાઈ તથા સરિતાબેન ચોરસીયાને લાકડાના ફટકા તથા ઢીક્કમુક્કીનો માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધવાઇ હતી. આરોપી હરીરામઅનંતલાલ તથા નંદલાલ ચોરસીયા વિરુધ્ધના કેસની અંતિમ સુનાવણીમાં બચાવપક્ષે મુખ્યત્વે આરોપીઓ વિરુધ્ધ ખોટી ફરિયાદ કરવાસહ આરોપી અનંતલાલ ઘટના સ્થળે મોજુદ ન હોવા તથા આ કેસમાં સ્વતંત્ર સાક્ષીઓને બદલે સગાસંબંધીઓ જ હોવાનો બચાવ લીધો હતો. જેના વિરોધમાં એપીપી સુનિલ પટેલની રજૂઆતો બાદ કોટે ચોરસીયા બંધુ ત્રિપુટીને દોષી ઠેરવી સજામાં પ્રોબેશનના લાભની માંગને નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે પ્રોસિક્યુશને દરેક કેસમાં પોતાના કેસ પુરવાર કરવા સ્વતંત્ર સાક્ષી તપાસવા જ જોઈએ એવો કોઈ કાયદાનો નિયમ નથી. અદાલતને તપાસવામાં આવેલા સાક્ષીઓની જુબાનીની વિશ્વસનીયતા અને ગુણવત્તા સાથે સંબંધ છેસાક્ષીઓની સંખ્યા સાથે નહીં.

 

(6:09 pm IST)