Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરતના પાલ ગેલેક્ષી સર્કલ નજીક ફ્લેટમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતા શખ્સોને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

સુરત: શહેરના પાલ ગેલેક્ષી સર્કલ નજીક રાજરતન એન્કલેવના એક ફ્લેટમાં પીસીબીએ છાપો મારી શ્રીલંકા અને ઓમાન વચ્ચેની 20-20 મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા યુવાનને ઝડપી લીધો હતો. છેલ્લા બે વર્ષથી લેડીઝ કુર્તીના ધંધાની આડમાં સટ્ટો રમાડતા યુવાને જેની પાસેથી આઈડી લીધી હતી તેને વોન્ટેડ પીસીબીએ વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે પીસીબીએ ગત શનિવારે મોડીરાત્રે અડાજણ પાલ ગેલેક્ષી સર્કલ સંસ્કૃતિ ટાઉનશીપ પાસે રાજરતન એન્કલેવના ત્રીજા માળે ફ્લેટ નં.સી/204 માં રહેતા અમિત ચંદુભાઇ ખખ્ખર ( ઉ.વ.31, મુળ રહે.ભુરખીયા હનુમાન ગામ, તા.લાઠી, જી.અમરેલી ) ને શ્રીલંકા અને ઓમાન વચ્ચેની 20-20 મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા રંગેહાથ ઝડપી લીધો હતો. પીસીબીએ તેની પાસેથી જુગારના રોકડા રૂ.23,950, રૂ.18,500 ની કિંમતના 9 મોબાઈલ ફોન, લેપટોપ, એલઈડી ટીવી, અન્ય સાધન સામગ્રી અને સાંકેતીક ભાષા તથા આંકડામાં લખેલ ચાર કાગળો મળી કુલ રૂ.69,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

(6:09 pm IST)