Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સુરતના કડોદરા નજીક શ્રમજીવી યુવકને ત્રણ શખ્સોએ આંતરી ચપ્પુના ઘા જીકી મોબાઈલ આંચકી છુમંતર....

સુરત: કડોદરા ખાતે નોકરીએથી ઘરે જઈ રહેલા એક શ્રમજીવી યુવકને ત્રણ બદમાશોએ આંતરીને મારમાર્યા હતો. તેમજ તેના ઉપર ચપ્પુના ઉપરા છાપરી ઘા મારીને મોબાઈલ લૂંટીને ભાગી છૂટ્યા હતા. યુવાનને ઇજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

નવી સિવિલથી મળતી માહિતી મુજબ કડોદરાના શાંતિનગરમાં રહેતો 22 વર્ષીય રાજુ ઠૂમજી ભાવોર કડોદરા તાતીથૈયા ખાતે કંપનીમાં કામ કરે છે. જોકે તે નાઈટ શિફ્ટ પુરી કરીને આજે સવારે પગપાળા ઘરે જવા માટે નીકળ્યો હતો. તે સમયે કડોદરાના તાતીથૈયા પાસે મીલ નજીક ત્રણ અજાણ્યા બદમાશો તેની નજીક ધસી આવ્યા હતા અને તેની મારમારી પેટ, ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ઈજા પહોંચાડી મોબાઈલ લૂંટીને ભાગી ગયા હોવાનું તેમના પરિચિત વ્યક્તિએ કહ્યું હતું જોકે લોહીલુહાણ હાલતમાં યુવક ત્યાંજ કણસતી હાલતમાં પડેલો હતો. કેટલાક લોકો પણ ત્યાં ભેગા થયા હતા.જોકે કોઈ તેની મદદ કરવા આગળના આવતા હતા. તેવા સમયે આદિલ અહમદ દોડીને આવીને પોલીસ અને 108 ને જાણ કરી હતી અને તેને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના ફરીથી તે કહ્યું હતું કે તેના મોબાઇલ અને પૈસા પણ લૂંટી લીધા હશે.

(6:08 pm IST)