Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નડિયાદમાં મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે એક શખ્સને પાંચ બાઈક સાથે ઝડપી પાડયો

નડિયાદ : નડિયાદ ટાઉન પોલીસે શહેર તેમજ તાલુકામાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ બનાવમાં એક વ્યક્તિને પાંચ મોટર સાયકલ સાથે ઝડપી પાડયો છે. મળતી વિગતે અનુસાર નડિયાદ ટાઉન પોલીસની ટીમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ફરિયાદોની તપાસમાં હતી. વળી સી.સી.ટી.વી ફુટેજના આધારે ચોરી થયેલ મૂદ્દામાલની શોધખોળ ચાલુ હતી. તે સમયે પોલીસ ટીમને બાતમી મળીહતી કે એક વ્યક્તિ ચોરીનુ મોટર સાયકલ લઇને પસાર થવાનો છે. જે અન્વયે સ્થાનિક પોલીસની ટીમ શહેરની આંખની હોસ્પિટલ પાસે વોંચમાં હતી. તે સમયે બાતમી આધારિત વ્યક્તિ પસાર થતા તેને રોકી મોટર સાયકલના કાગળો માંગતા યોગ્ય જવાબ આપી શકયો ન હતો. જેથી પોલીસ ટીમે તેની સઘન પૂછપરછકરતા તેણે જણાવેલ આજથી બે મહિનાઅગાઉ નડિયાદ શહેર અને તાલુકામાંથી વિવિધ જગ્યાઓ પર થી મોટર સાયકલ અને એક્ટિવાની ચોરીકરી હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસ ટીમે આરોપી સલીમમીયા રસુલમીયા મલેક મૂળ રહે,વાલ્લા વાઘેશ્વરી લાટ ખેતરમાં હાલ રહે, કમળા ચોકડી જય હિન્દલાકડાના પીઠામાંની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ટીમે નડિયાદ ટાઉન બે અને નડિયદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદનો ભેદ ઉકેલ્યો છે.

(6:05 pm IST)