Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મહેસાણા તાલુકાના ભાસરીયા નજીક કેનાલમાંથી યુવકની ભેદી સંજોગોમાં લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

મહેસાણા:તાલુકાના ભાસરીયા ગામની સીમમાં આવેલી કેનાલમાંથી બે દિવસ પહેલાં એક યુવકની નગ્ન હાલતમાં હત્યા કરીને ફેંકી દેવાયેલી લાશ મળી હતી. આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જેમાં ખેતરમાં કામ કરતો હતો ત્યાં જ યુવકની હત્યા કરીને તેની લાશ અન્ય સ્થળે નાંખી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

ભાસરીયાની સીમમાંથી મેડાલીના જુનેદ ઉર્ફે પોલીસ ફરીદખાન પઠાણની નગ્ન હાલતમાં લાશ મળી હતી.શંકાસ્પદ મોત હોવાથી મહેસાણા એલસીબી અને લાંઘણજ પોલીસે જુદી જુદી  દીશામાં તપાસ હાથ ધરી હતી.જેમાં પીએસઆઈ એસ.બી.ઝાલાને  જુનેદ ઉર્ફે પોલીસ મહેબુબ ઈસબખાન પઠાણના ખેતરમાં નોકરી કરીને દેશી દારૂનો વેચાણ કરતો હતો.જયાં ઝઘડો થયો હતો અને ઘટના બાદ મહેબુબનો દિકરો મુસ્તુફા ઉર્ફે પરવેજ ઉર્ફે રોમીયો શંકાસ્પદરીતે ગામમાંથી ગુમ હોવાની બાતમી મળી હતી.જેથી પોલીસે મહેબુબ અને મેડાલીના સરફરાજ ગુલાબખાન પઠાણની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી હતી.જેમાં ંમોબાઈલ  ચોરીની આશંકામાં ત્રણેય શખ્સોએ યુવકની હત્યા કરીને તેની લાશ ભાસરીયાની સીમમાં ફેકી દીધી હોવાની કબુલાત કરી હતી.

(6:03 pm IST)