Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમદાવાદમાં 3 દિવસમાં 3 હત્‍યાના બનાવથી ખળભળાટઃ ત્રણેય ઘટનામાં આરોપીઓની ધરપકડઃ એક સગીર બાળકની પણ સંડોવણી ખુલી

ખુનના વધતા જતા બનાવથી પોલીસની કામગીરી સામે સવાલો

અમદાવાદ: શહેરમાં છેલ્લા ૩ દિવસની અંદર હત્યાના ત્રણ બનાવ સામે આવ્યા છે. જોકે હત્યાના તમામ ગુના માં પરિવારજનો અથવા પરિચિતની સંડોવણી સામે આવી છે. પોલીસે તમામ ગુનાના આરોપીઓને ઝડપી લીધા છે. હત્યાના બનાવો શહેરમાં વધતા શહેર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

વીઠલ પટણી , સુરેશ પટણી , નરેશ ઉર્ફે લાલો પટણીના નામના આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે. હત્યા કેસમાં કુલ ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે. પરંતુ એક કાયદાના સંઘર્ષ રહેલો બાળક પણ હત્યામા આરોપી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર હત્યા કેસમાં મુખ્ય આરોપી સગીરવયનો હોવાનું સામે આવ્યું છે. આ ચારે આરોપીઓએ ભેગા મળીને ભરત પટણી નામના યુવકની હત્યા કરી નાખી હતી. જોકે પોલીસે સગીર આરોપીની પણ ધરપકડ કરી લીધી છે.

હત્યા કરવા પાછળના કારણ સામે આવ્યું છે કે  સગીર આરોપી અને મૃતક વચ્ચે શાકભાજી અને ફ્રૂટ ની લારી મૂકવા બાબતે માથાકૂટ થઇ હતી.આરોપી એ માથાકૂટની અદાવત રાખીને રાત્રીનાં સમયે સહઆરોપી ઓ સાથે ભરતને તીક્ષ્ણ હથિયાર ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આરોપી સગીર મૃતકની દીકરીને છેલ્લા 6 મહિનાથી હેરાન કરતો અને અગાઉ મૃતક અને આરોપી વચ્ચે આ બાબતને લઇને પણ માથાકૂટ થઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ તો પોલીસે સગીર સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

હાલ તો ચાંદખેડા પોલીસે આરોપીઓ ધરપકડ બાદ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.પોલીસ રિમાન્ડ બાદ હત્યા પાછળની સાચી હકીકતો સામે આવશે. શહેરમાં બનેલી ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરી રહી છે.

(5:13 pm IST)