Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અનિલ ટ્રેડિંગ કુ.ના અમૂલ શેઠની પૂછપરછમાં ધડાકા ભડાકા થવાની આશંકા

એક યુગમાં જેની બોલબાલા હતી તેવા કરોડો ઓળવી જવાના આરોપી અંતે ક્રાઇમ બ્રાન્ચ કસ્ટડીમાં : ૧૪લાખ ઓળવી જવાના આરોપમાં આરોપીની અટક કરી સઘન પૂછપરછ ચાલી રહ્યાંની બાબતને 'અકિલા' સાથેની વાતચીતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમવીરસિંહ દ્વારા સમર્થન

રાજકોટ તા. ૧૨,  એક યુગમાં જેની ખૂબ મોટી શાખ હતી તેવા સુપ્રસિદ્ધ અનિલ સ્ટાર્ચ અને અનિલ ટ્રેડિંગ ગ્રુપના અમૂલ શેઠની ૧૪ લાખની છેતરપીંડીના આરોપસર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી તેની સઘન પૂછપરછ ચાલી રહ્યાંની બાબતને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા પ્રેમવિરસિહ દ્વારા 'અકિલા' સાથેની વાતચીતમાં સમર્થન આપ્યું છે.                                              

કરોડો રૂપિયા ઓળવી જવાના જેના પર આરોપ છે તેવા અમૂલ શેઠ સામે તામ્બે નામના એક અરજદાર દ્વારા પોતાના ૧૪ લાખ ઓળવી જવાની ફરિયાદ આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું પણ વિશેષમાં જણાવ્યું હતું.    

 ચર્ચાતી બાબતો મુજબ અમૂલ શેઠ પર કરોડો રૂપિયા ઓળવી જવાના આરોપ અંગે સીઆઈડી ક્રાઈમ સહિત વિવિધ પોલીસ મથકમાં ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે.ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ દરમિયાન મોટા ધડાકા ભડાકા થશે તેવું માનવામાં આવી રહ્યુ છે.

(3:20 pm IST)