Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

કાલુ સિકલીગરની હત્યાનો માસ્ટર માઇન્ડ કુખ્યાત રાહુલ એપાર્ટમેન્ટ અંતે સુરત પોલીસના સકંજામાં

દોઢ ડઝન ગુન્હા જેના નામ પર બોલે છે, જેને રાજકોટ જેલમાં રાખવો પડેલ તેવા કુખ્યાત આરોપીને અંતે ઝડપી લેવાયો : વોન્ટેડ અપરાધીઓ સમાજમાં નહિ જેલમાં જ હોવા જોઇએ તેવા પોલીસ કમિશનર અજય કુમાર તોમારનાં ચાર્જ લેતા સમયે કરેલ નિર્ધાર યથાવત્, ઉધના પીઆઇ વી. બી. દેશાઈ ટીમની મહેનત ફળી

રાજકોટ તા. ૧૨,  સુરતના પોલીસ કમિશનર પદે ચાર્જ સાંભળવા સાથે પ્રથમ બેઠકમાં જ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પોતાની કામ કરવાની કાર્ય પદ્ધતિ પ્રથમથી જ સ્પષ્ટ કરી હતી, જેમાં નિર્દોષ લોકોને પિડનાર વ્યકિત સમાજમાં ન શોભે તે જેલમાં જ શોભે તેવું જણાવવા સાથે નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે દરેક પેરોલ ફર્લો સ્કવોડ સાથે દરેક પોલીસ મથકમાં આ માટે વિશેષ ટીમને જવાબદારી કરેલી જવાબદારીની રણ નીતિ સફળ બનવા સાથે ઉધના પીઆઇ થી માંડી નાનામાં નાના સ્ટાફની જહેમત ફળી છે.

ઉધના પો.સ્ટે. એ-પાર્ટ એફઆઇઆર નંબર-૧૧ર૧૦૦૪૭ર૧ર૪૬૮/ર૦ર૧ ઇ.પી.કો. કલમ. ૩૦ર, ૫૦૪, ૧૧૪, ૧ર૦૦(બી),તથા જી.પી.એકટ,.૧૩૫(૧), મુજબના ગુનાના ફરીયાદી બલદેવસિંગ ઉત્તમસિંગ સિકલગર ઉ.વ,૩૧, રહે. પ્લોટ નં. ૩૦૦/ પ્રભુતગર સાંઇબાબા મંદિર પાછળ બી.આર.સી. ઉધના સુરત શહેરનાના સાળા ગુરજીતસિંગ ઉર્ફે કાલુસિંગ ઉ.વ.ર૩નાને અગાઉ વાજપાઇ આવાસ ખાતે રહેતા સિધ્ધાર્થ ઉર્ફે અજય એપાર્ટમેન્ટ અને તેના મિત્ર વિપુલ ઉર્ફે નાગીયા સાથે તકરાર ચાલતી હતી જે બાબતની અદાવત રાખી સિધ્ધાર્થ ઉર્ફે અજય એપાર્ટમેન્ટ અને તેના ભાઇ રાહુલ એપાર્ટમેન્ટનાઓએ ગુનાહિત કાવતરૂ રચી તા.રર/૦૮/ર૦ર૧ના રોજ વિપુલ ઉર્ફે નાગ્યા તથા વૈભવ ઉર્ફે પ્રથમ તથા પ્રશાંતનાઓએ ફરીયાદીના સાળા ગુરજીતસિંગ ઉર્ફે કાલુસિંગ ઉપર ઉધના કૈલાશનગર પાણીની ટાંકી સામે જાહેરમા સોનલ ઇન્ડસ્ટ્રીયલ-૩ પાસે સાંજના ચારેક વાગ્યાના અરસામા તીક્ષણ હથિયાર વડે હૂમલો કરી તેના છાતીના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ કરી તેનુ મોત નિંપજાવી નાશી ગયા વિગેરે મતલબની ફરીયાદ આપતા ઉધના પો.સ્ટે.મા તા.રર/૦૮/ર૦ર૧થી ઉપરોકત નંબરથી ગુનો નોધાયેલ હતો. 

 ઉધના પોલીસ મથકના પીઆઇ વી.બી. દેસાઇના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ પી.વી.સોલંકી તથા આનંદ રત્નાભાઈ અને શૈલેષ કુમાર સોમાભાઈને આરોપી અમદાવાદ મુંબઈ બ્રિજ વચ્ચે હોવાની ચોક્કસ બાતમી પોતાના બાતમીદારો મારફત મળતા રાહુલ એપાર્ટમેન્ટને ઝડપી લીધેલ.  આરોપીના માથા પર દોઢ ડઝન જેટલા અપરાધો છે તેવો રાહુલ રાજકોટ જેલમાં પાસામા બંધ હતો.

ઉપરોકત કામગીરી ઉધના પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી વી.બી.દેસાઇ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.સબ.ઇન્સ. પી.વી.સોલંકી, એ.એસ.આઈ.રાકેશ સાહેબ રાવ, અ.હેડ.કોન્સ.ઝાકિર ગુલામનબી, અ.હેડ.કોન્સ. ભુપતભાઈ ઘુઘાભાઈ, અ.હેડ.કોન્સ. રવિરાજસિંહ રણજીતસિંહ અ.હેડ.કોન્સ. રધુભાઇ ભોળાભાઇ, અ.હેડ.કોન્સ. નરપતસિંહ મહાવિરસિંહ, અ.પો.કો.સન્મુખભાઈ રણછોડભાઈ, અ.પો.કાંન્સ. ભરતભાઇ બચુભાઇ, અ.પો.કોન્સ.રાહુલ ઇશ્વરભાઇનાઓએ અ.હેડ.કોન્સ. આનંદ રત્નાભાઇ તથા અ.હેડ.કોન્સ. શૈેલેષકુમાર સેમાભાઇ નાઓની બાતમાના આધારે શોધી કાઢેલ છે.

(3:19 pm IST)