Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રશ્મિ રોકેટના પ્રમોશન માટે અમદાવાદ આવી રહી છે તાપસી

ટીમ સાથે પહોંચી ગુજરાતીઓ સાથે ગરબા પણ રમશે

 

મુંબઇ તા. ૧૨: અભિનેત્રી તાપસી પન્નુ તેની ફિલ્મ 'રશ્મિ રોકેટ'ને કારણે ખુબ ચર્ચામાં છે. તાપસી અને આ ફિલ્મની ટીમ  ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની યાત્રાએ આવી રહી છે. ઝી ફાઇવ પર આ ફિલ્મ આવવાની છે.

તાપસી પન્નુ પોતાની આ મુલાકાત વખતે ગુજરાતી લોકો સાથે દાંડિયા રમતી પણ રમવાની છે. તેમજ ગુજરાતી ભોજનનો સ્વાદ ચાખશે. અમદાવાદના લોકો પણ તાપસી સાથે તેની ફિલ્મના લોકપ્રિય બની ગયેલા ગીત 'ઘની કૂલ છોરી'ની ધૂન પર ગરબા રમવા આતુર છે.

આ ફિલ્મ રશ્મિ પર આધારિત છે, જે અતિ ઝડપી દોડવીર છે અને એક રમતવીર તરીકે ફિનિશ લાઈન પાર કરીને પોતાના દેશ માટે છાપ બનાવવાનું સપનું ધરાવે છે. જો કે તે ટૂંક સમયમાં સમજે છે કે અંતિમ રેખાની દોડમાં ઘણા અવરોધો છે અને એથ્લેટિક સ્પર્ધા જેવી લાગે છે તે સન્માન અને તેની વ્યકિતગત ઓળખ માટે તેની વ્યકિતગત લડાઈમાં ફેરવાઈ જાય છે. ફિલ્મની કેન્દ્રીય થીમ રમતોમાં લિંગ પરીક્ષણ છે. આ ફિલ્મ ૧૫ ઓકટોબરે રિલીઝ થશે.

પ્રિયાંશુ પેન્યુલી, સુપ્રિયા પિલગાંવકર, અભિષેક બેનર્જી, સુપ્રિયા પાઠક, શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મ નંદા પેરિયાસામીની એક મૂળ વાર્તા પર આધારિત છે.

(3:18 pm IST)