Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

અમદાવાદ એરપોર્ટ પર ઝૂમી ઉઠ્યા મુસાફરો અને કર્મચારીઓ : ટર્મિનલમાં ગરબાનું અનોખું આયોજન

ટર્મિનલની અંદર મુસાફરો અને સ્ટાફ માટે 15 મિનિટના ગરબાનું આયોજન કરાયું

અમદાવાદ એરપોર્ટમાં મુસાફરો અને સ્ટાફે ગરબા લીધા હતા. જેના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. નવરાત્રીનો આ તહેવાર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યભરના લોકો શેરી ગરબા કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે. આવામાં ફરજ બજાવતા કર્મચારીઓ તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ગરબાનો કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટમાં ટર્મિનલની ગરબાનો સુંદર નજારો જોવા મળ્યો. ટર્મિનલની અંદર મુસાફરો અને સ્ટાફ માટે 15 મિનિટના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 15 મિનીટ સૌ કોઈ મન મુકીને ઝુમ્યા હતા. પરંપરાગત તહેવારનો મુસાફરોને પરિચય થાય અને ઉજવણીના ભાગરૂપે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાહેર છે કે રાજ્યભરમાં 400 લોકો સાથે શેરી ગરબા કરવાની પરમિશન આપવામાં આવી છે. આજે પાંચમાં નોરતે સૌ કોઈ ગરબે રમી રહ્યું છે. ત્યારે ઘણા વિભાગ એવા છે જે સતત સેવામાં અને કામમાં રહેતા હોવાના કારણે આ તહેવાર ઉજવી શકતા નથી. ત્યારે એરપોર્ટ પર યોજાયેલા આ ગરબામાં ત્યાં કામ કરતા કર્મચારીઓએ ખુબ આનંદ માણ્યો હતો

(11:34 pm IST)