Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ડેડીયાપાડા પો.સ્ટે.વિસ્તારના ૨૧ લાખના વિદેશી દારૂની હેરાફેરીના કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડતી LCB, નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક, નર્મદાનાઓના માર્ગદર્શન અને મુજબ જીલ્લાના એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.નાઓએ જીલ્લાના ગુનાના નાસતા ફરતા આરોપીઓની ટેક્નીકલ સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારથી બાતમી મેળવી ડેડીયાપાડા પો.સ્ટે.પ્રોહી.નો ગુનો તા .૨ / ૦૭ / ૨૦૨૧ના રોજ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં દાખલ થયેલો, આ ગુનામાં વિદેશી દારૂનો કુલ રૂ .૨૧,૬૯,૯૦૦-ના મુદ્દામાલ પકડાયો હતો જેમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર મુખ્ય આરોપી વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઇ આર્ય (રહે,પારસી ટેકરા ડેડીયાપાડા ) નાસતો ફરતો હોય જેને ખાનગી બાતમીદારો તેમજ ટેક્નીકલ સર્વેલન્સની મદદથી ડેડીયાપાડા ખાતેથી ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

(11:05 pm IST)