Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નર્મદા જિલ્લામાં LRD ભરતીમાં યોગ્ય માર્ગદર્શન મેળવવા કોચિંગ કલાસ ના વર્ગો ચાલુ કરવા કલેકટરને આવેદનપત્ર અપાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકાર દ્વારા આવનાર સમયમાં LRD ભરતી પ્રક્રિયા થનાર છે, આ ભરતી પ્રક્રિયામાં PSI,ASI તેમજ કોન્સ્ટેબલ ની ભરતીમાં યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માંટે ખાસ તંત્ર દ્વારા કોચિંગ કલાસના વર્ગો ચાલુ કરવા બાબતે નર્મદાના યુવાનો એ કલેકટરને આવેદન આપી રજુઆત કરી હતી.

  આવનાર ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા ( LRD) લોક રક્ષક દળ ની ભરતી પ્રક્રિયા શરૂ થનાર છે તેમાં પી.એસ.આઇ એ.એસ.આઇ કોન્સ્ટેબલ ની જગ્યાઓ માટે ભરતી થનાર છે, નર્મદા જિલ્લો એસ્પીરેશનલ જિલ્લો જાહેર કરેલ છે તેમજ જિલ્લામાં બેરોજગાર યુવાનો ની સંખ્યા પણ વધતી જાય છે, ફોજદારી ભરતી પ્રક્રિયામાં યોગ્ય માર્ગદર્શન અને કોચિંગ ક્લાસના અભાવે મદદ ન મળવાને કારણે યુવાનો બેરોજગાર બની રહ્યા છે, જિલ્લામાં મોટા ભાગની વસ્તી અનુસૂચિત જાતિ, જન જાતિ અને અન્ય પછાત વર્ગોની છે, તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે મોટા શહેરમાં ચાલતા વર્ગોમાં જોડાવવુ શક્ય નથી,પરિણામે નર્મદા જિલ્લાના હોશિયાર યુવાનો સક્ષમ હોવા છતાં યોગ્ય માર્ગદર્શનના અભાવે બેરોજગાર બને છે, આવા પ્રતિભાશાળી યુવાનોને ફોજદારી ભરતી પ્રક્રિયા પહેલા યોગ્ય તાલીમ આપવામાં આવે તો ઘણા યુવાનો આ ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકે અને પસંદગી પામે તેમ હોય માટે આગામી ભરતી પ્રક્રિયાને ધ્યાને લઇ નર્મદા જિલ્લાના યુવાનો માટે શારીરિક અને લેખિત કસોટી માટેના ખાસ તાલીમ વર્ગો શરૂ કરવામાં આવે જેથી જિલ્લાના યુવાનો વધુને વધુ સંખ્યામાં પસંદગી પામે દેશની રક્ષા અને સમાજની સેવા કરવાનો તેમને મોકો મળે માટે ભરતી પ્રક્રિયા પહેલા તાલીમ વર્ગો શરૂ કરવામાં આવે જેથી યુવાનો પૂરતી તૈયારી કરી શકે તેવી માંગ સાથે નર્મદાના યુવાનોએ કલકટરને આવેદન આપી માંગ કરી હતી.

(10:57 pm IST)