Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

આગામી બે દિવસ રાજ્યના અનેક શહેરોમાં વરસાદની આગાહી

ફરી એકવાર બંગાળની ખાડીમાં ‘જવાદ’ વાવાઝોડું ઉભું થયું : ઓડિશા,આંધ્ર પ્રદેશ,છત્તીસગઢ,મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમાં થશે અસર

અમદાવાદ : રાજયમાં ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. જો કે, હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદની આગાહી આપી છે. જેમાં આગામી બે દિવસમાં રાજયના ઘણી શહેરોમાં વરસાદી માહોલ જોવા મળશે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં આગામી બે દિવસમાં અમદાવાદ, આણંદ,બનાસકાંઠા,ભાવનગર,ગીર સોમનાથ અને રાજકોટમાં હળવો વરસાદ પડી શકે છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

ફરી એકવાર બંગાળની ખાડીમાં ‘જવાદ’ વાવાઝોડું ઉભું થઈ રહ્યું છે. જેની અસર ઓડિશા,આંધ્ર પ્રદેશ,છત્તીસગઢ,મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ,મહારાષ્ટ્રમાં જોવા મળશે. જો કે, આ વાવાઝોડાની અસર દિલ્હીમાં પણ જોવા મળી શકે છે

(10:07 pm IST)