Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજપીપપલા પો.સ્ટેના અપહરણના ગુનાનો ભેદ ઉકેલતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદાની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લામાં અપહરણના ગુનામાં પકડવાના બાકી આરોપી ઓને પકડી પાડી  પરીણામ લક્ષી કમગીરી કરવાની સુચના કરતા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૨૯ / ૦૯ / ૨૦૨૦ અપહરણનો ગુનો દાખલ થવા પામેલ જે ગુનાની ચાલુ તપાસના આરોપી નં ( ૧ )લક્ષમણ ઉર્ફે મનોજભાઇ રમેશભાઇ તડવી તથા આરોપી ને( ૨ )રમેશભાઇ નવલાભાઇ તડવી (રહે.જુનવદ તા.ગરૂડેશ્ર્વર હાલ રહે. વાવડી તા.નાદોદ) નાઓ ભોગ બનનાર ને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયેલ હોય જેમાં આરોપી નાસતા ફરતા હોવાથી આરોપીના મોબાઇલ નંબર મળતા ટેક્નીકલ સર્વેલન્સના માધ્યમથી કોલ ડીટેલ એનાલીસીસ કરી સંપર્કમાં આવેલ વ્યક્તિઓની સઘન પુછપરછ કરતા ફરાર આરોપી નં ( ૧ ) લક્ષમણભાઇ ઉર્ફે મનોજભાઇ રમેશભાઇ તડવી નાઓ ભોગ બનનાર સાથે બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના નાના ઝીંઝાવદર ગામ ખાતે ખેતરમાં આવેલ વાડીમા સંતાઇને રહેતા હોવાની માહીતી પેરોલ - ફર્લો શાખાને મળતા પેરોલ ફર્લો શાખા ના પો.સ.ઈ. ડી.એ.ક્રિશ્ચન તથા પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ સાથે મળી આરોપીને પકડવા નાના ઝીંઝાવદર ગામ ખાતે જઇ તપાસ કરતા લક્ષમણભાઇ ઉર્ફે મનોજભાઇ રમેશભાઇ તડવી ભગાડીને લઇ ગયેલ ભોગ બનનાર સાથે મળી આવતા આરોપીને આજ રોજ તા .૧૨ / ૧૦ / ૨૦૨૦ ના ઝડપી પાડી ગુનાના કામે રાજપીપળા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

(10:41 pm IST)