Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

શિનોર તાલુકામાં કરજણની બેંકના કર્મચારીને આંતરી 89 હજારની લૂંટમાં બે પોલીસ જવાનોની સંડોવણી હોવાનું બહાર આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી

શિનોર:તાલુકામાં સીમળી-કુકસના માર્ગ પર કરજણની બેન્કના કર્મચારીને આંતરી તેની પાસેથી હોમ લોનના ઉઘરાવેલા રૃા.૮૯૪૯૦ ભરેલુ પાકીટ લૂંટવાના ગુનામાં શિનોર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા બે જીઆરડી જવાનોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ શરૃ કરી છે. 

કરજણ તાલુકાના રોપા ગામમાં રહેતો પ્રવીણ દલસુખભાઇ વસાવા કરજણની ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં સેન્ટ્રલ મેનેજર છે. તા.૯ની સવારે કરજણથી નીકળી શિનોર આવતા શિનોર  ગૃપના રૃા.૨૯૫૧૦ તેમજ કંજેઠામાંથી મહિલા ગૃપના રૃા.૫૫૩૮૦ ઉઘરાવ્યા હતા. આમ ઉઘરાણીના રૃા.૮૪૮૯૦ જેટલી રકમ તેમજ પોતાની પાસેની રોકડ અને સેમસંગનું ટેબલેટ મળી કુલ રૃા.૮૯૪૯૦ની મત્તા ભરેલું  પાકીટ બાઇક પર ભેરવીને કરજણ બેન્કમાં નાણા જમા કરાવવા  જઇ રહ્યો હતો ત્યારે કુકસની નર્મદા કેનાલના રસ્તે ત્રણ બાઇક સવારોએ હુમલો કરી બેંક કર્મીને પાડી નાખી તેનુ પાકીટ ઝૂંટવીને  ત્રણય ે લૂંટારૃ ફરાર થઇ ગયા હતાં. આ અંગે શિનોર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી.

(6:05 pm IST)