Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વડોદરાના નિઝામપુરામાં દુકાન ભાડે રાખી 2.51 લાખ ન ચૂકવી છેતરપિંડી આચરનાર શખ્સને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી

વડોદરા:શહેરના નિઝામપુરા વિસ્તારમાં દુકાન ભાડે રાખ્યા બાદ બાકીના 2.51 લાખ ચૂકવી બનાવટી સહી સિક્કા અને સાક્ષી વડે દસ્તાવેજ ઉભો કરી દુકાન પચાવી પાડવાનું ષડયંત્ર રચનાર ભાડુઆત વિરુદ્ધ ફતેગંજ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

અંગેની વિગત એવી છે કે શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ તાસ્કંદ સોસાયટીમાં રહેતા હનુમાન રામ મિસ્ત્રીની નિઝામપુરા વિસ્તારમાં આવેલ પરમેશ્વર પાર્ક સોસાયટી ખાતે દુકાન આવેલી છે. જે દુકાન શ્યામભાઈ બિશ્વાસ ( રહે - અમૃત પાર્ક એપાર્ટમેન્ટ સમા તળાવ ચાર રસ્તા પાસે સમા-સાવલી રોડ વડોદરા) ને મહિને ભાડે આપી હતી, પરંતુ ધંધામાં નુકસાની આવતા ભાડું ઘટાડીને 42 હજાર કર્યું હતું અને અગાઉના ભાડા પેટે 2,51 લાખની રકમ બાકી હતી

(5:25 pm IST)