Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સુરતીઓ હવે શનિવાર-રવિવારે નહીં માણી શકે સ્ટ્રીટ ફૂડની મજા

હાઇ રિસ્ક ઝોનમાં શનિવાર અને રવિવારે સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધ કરવા તંત્રનો નિર્ણંય :રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરાશે

સુરત :સુરતમાં કોરોના પર અંકુશ માટે નવી સ્ટ્રેટેજી તંત્ર દ્વારા અપનાવવામાં આવી છે. હાઇ રિસ્ક ઝોનમાં હવેથી શનિવાર અને રવિવારે સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધ કરવાનું તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરાશે.

ખાણીપીણીની લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનાં કારણે કોરોના સંક્રમણ વધવાની વકીનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોડી રાત સુધી લારી ચાલુ રહેતા અને કોરના માર્ગદર્શીકાનાં ઘચીયા ઉડતા કોરોનાનું સંક્રમણ વધે છે, ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ મામલે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને શનિ-રવિ મનપા દ્વારા સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધની કડક અમલવારી કરાવાશે.

(11:00 am IST)