Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

બોરીદ્રા ગામે રોડ પર ઝાડ પડતા જિલ્લા ટ્રાફિક ટીમે ઝાડ ખસેડી રસ્તો ખુલ્લો કર્યો

(ભરત શાહ દ્વારા) બોરીદ્રા અને ઝરીયા ગામે ઝાડ પડવાથી રસ્તો બંધ હતો તેનાં કારણે આવતા જતાં વાહન વ્યવહારને અડચણ ઊભી થતાં નર્મદા ટ્રાફિક વિભાગ ઇન્સ્પેક્ટર એમ.બી.ચૌહાણ ની સૂચના મુજબ માર્ગ પરથી અડચણ રૂપ ઝાડ ખેસડવાની કામગીરી યુદ્ધના ધોરણે જિલ્લા ટ્રાફિક શાખા નર્મદાનાં હાઇવે પેટ્રોલ મોબાઈલ ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હોય આ તરફનો માર્ગ અડચણરૂપ ઝાડ દૂર થતાં ખુલ્લું થતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ થઈ ગયો હતો આમ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લોકઉપયોગી કામગીરી કરવામાં આવી હતી

(10:44 pm IST)