Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

નર્મદા જિલ્લામાં પ્રથમ મહિલા કલેકટરની નિમણુંક બાદ વહીવટીતંત્ર માં ફેરફાર : 6 અધિકારીઓની બદલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા વહીવટી તંત્રમાં સરકારે બદલીઓનો ઓર્ડર કરતા એક સાથે છ ઉચ્ચધિકારીઓની બદલી ના હુકમ થયા છે.

જાણવા મળ્યા મુજબ ગુજરાત વિધાન સભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરકારે બદલીઓ નો ગંજીફો ચીપી જિલ્લા માં એક સાથે છ ઉચ્ચ અધિકારીઓ ની બદલી ના હુકમ કર્યા છે હજુ ગયા સપ્તાહેજ જિલ્લા ના પ્રથમ મહિલા કલેકટર તરીકે આઈ  એ એસ અધિકારી શ્વેતા તેવટિયા એ હોદ્દો ગ્રહણ કર્યા બાદ અધિક નિવાસી કલેકટર એચ કે વ્યાસની ગાંધીનગર ખાતે બદલી નો હુકમ કરી તેમની જગ્યા. પર આર એલ દેસાઈ ની નિમણુંક કરી છે જયારે પ્રાયોજના વહીવટદાર બી કે પટેલ ની પણ ગાંધીનગર ડી આર  ડી એ. માં બદલી કરી છે જયારે તેમની જગ્યા એ જૂનાગઢ થી પંકજ ઔધિયા મુકાયા છે તો એસ ઓ યુ ના પ્રોટોકોલ ઓફિસર નાયબ કલેકટર બી એ અસારી ની આણંદ બદલી કરી તેમની જગ્યા એ રાજપીપલા ના પ્રાંત અધિકારી પ્રિતેશ પટેલ ને મુક્યા છે જયારે કલેકટર કચેરી નાં  તૃપ્તિ પટેલ ની તાપી જિલ્લા માં બદલી કરી તેમની જગ્યા એ કે એસ નિનામા ની નિમણુંક કરી છે જયારે તાજેતર માં આઈ એ એસ નું પ્રમોશન મેળવનાર ડી આર ડી એ. ડાયરેક્ટર એલ એમ ડીંડોર ની પણ બદલી. થઇ છે તેમની જગ્યા એ જે કે જાદવ ની નિમણુંક કરી છે આમ ચૂંટણી જાહેર થાય તે પહેલા ચૂંટણીપંચ ના આદેશ થી બદલી ના હુકમ થયા છે ત્યારે હજુપણ વધુ બદલીઓ થાય તેવી સંભાવના છે.

(10:43 pm IST)