Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

"હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત રાજપીપળા ગાંધી ચોક ખાતેથી 75 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા નિકળી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં હાલમાં હર ઘર તિરંગા અભિયાને દેશના યુવાનોમાં દેશ ભક્તિની ભાવના ઊભી થાય એ માટે આ અભિયાન શરૂ કર્યું હોય જેને નર્મદા જિલ્લામાં બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
 રાજપીપળા સહિત જિલ્લાના યુવાનો સહિત તમામ લોકોમાં દેશ ભક્તિની ભાવના છલકાતી સ્પષ્ટ નજરે પડે છે ત્યારે આજે સાંજે રાજપીપળાનાં ગાંધી ચોક ખાતેથી સાંસદ મનસુખભાઇ વસાવા,બીજેપી જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નિલ રાવ,કુલદીપસિંહ ગોહિલ તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે એક તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે વંદેમાતરમ્નાં નારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 75 ફૂટ લાંબા તિરંગા સાથે યાત્રા શહેરના માર્ગો પર ફરી ત્યારે આ તિરંગો જોઈ લોકોમાં દેશ ભક્તિની ભાવના જોવા મળી હતી.ડીજે પર દેશભક્તિ નાં ગીતો સાથે શહેર માં ફરેલી આ તિરંગા યાત્રા થકી લોકોમાં તિરંગા પ્રત્યેની સાચી ભાવના અને સન્માન સાથે તિરંગાનું મહત્વ છલકી આવ્યું હતું.

(10:41 pm IST)