Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે સ્વાધીનતાનો અમૃત મહોત્સવ – અખંડ ભારત સંકલ્પ વિષય પર વ્યાખ્યાન યોજાયુ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં ડો.દેવજીભાઇ સોલંકીએ વ્યાખ્યાન આપ્યુ : પ્રાધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત ગુજરાત કલ્યાણ પરીષદ ટ્રસ્ટ અને ડી.સી.એમ કોલેજ વિરમગામના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવના સમાપન પ્રસંગે સ્વાધીનતાનો અમૃત મહોત્સવ – અખંડ ભારત સંકલ્પ વિષય પર વ્યાખ્યાન યોજાયુ હતુ.  ડો.દેવજીભાઇ સોલંકી દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ભુપેન્દ્રભાઇ પટેલ, ડીસીએમ કોલેજના આર ડી ચૌધરી, અશ્વિનભાઇ અણદાણી, જે એમ પટેલ, વિપુલભાઇ રાજપુરીયા, પ્રતિભાબેન નાયક સહિત પ્રાધ્યાપકો, યુવક – યુવતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
    ડો.દેવજીભાઇ સોલંકીએ વ્યાખ્યાનમાં જણાવ્યુ હતુ કે, ભારત દેશને કેટલાક ગણ્યા ગાઠ્યા લોકોના કારણે જ આઝાદી મળી છે તેવું નથી માઁ ભારતીને ગુલામીની ઝંઝીરમાંથી મુક્ત કરાવવા માટે અનેક નામી-અનામી યોધ્ધાઓએ બલીદાન આપ્યા છે. એવો પણ સમય આવ્યો કે જાહેરમાં ભજન કે ધુન પણ ગાઇ શકાતી ન હતી પરંતુ અનેક સાધુ સંતોએ ભજન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. આપણને આજે પણ જાતિમાં વહેચાયેલો દેશ ભણાવવામાં આવે છે પરંતુ આ દેશ સનાતન ધર્મ પર ટક્યો છે. આઝાદી પહેલા ભારત ખંડીત થયુ છે પરંતુ આપણે અખંડ ભારતનું નિર્માણ કરવાનું છે. અખંડ ભારતમાં સનાતન ધર્મ સહિત બધા જ મત પંથના લોકો સાથે મળીને રહેશે.

(6:58 pm IST)