Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

વડોદરાથી ડભોઇ જતા પીકઅપ ડાલામાં જુગાર રમતા 13 શકુનિઓને પોલીસે ઝાપડી જેલ હવાલે કર્યા

વડોદરા: વડોદરાથી ડભોઇ જતી ચાલુ પીકઅપ ગાડીમાં જુગાર રમતા વડોદરાના બાવામાનપુરા વિસ્તારના ૧૧ જુગારીઓને જિલ્લા એલસીબીએ ઝડપી પાડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે સફેદ રંગની મહિન્દ્રા કંપનીની પીકઅપ ડાલા કપુરાઇ ચોકડીથી ડભોઇ તરફ આવે છે તેમજ આ પીકઅપના પાછળના ભાગે વડોદરાના બાવામાનપુરા વિસ્તારમાં રહેતો અજરુદ્દીન અમરુદ્દીન શેખ બહારથી લોકોને લઇ જઇ જુગાર રમાડે છે તેવી બાતમી મળતા જિલ્લા પોલીસનો સ્ટાફ ડભોઇ વેગા ચોકડી પાસે ગોઠવાઇ ગયો હતો. આજે બપોરે પીકઅપ વેગા ચોકડી પાસે આવતાં જ તેને કોર્ડન કરીને રોકી તપાસ કરતાં પાછળના ભાગે કેટલાંક લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા  હતાં.

પોલીસે બાવામાનપુરામાં રહેતા નઇમ નજબુલ્લા ચૌહાણ, વસીમ મોહંમદહનીફ મેમણ, નબીરુદ્દીન વારીસઅલી શેખ, સાજીદ જાફરશા દિવાન, હજમુદ્દીન નજરુમીયાં મલેક, જાવેદ અબ્દુલભાઇ અરબ, અરબાજ ઐયુબ મલેક, મહંમદસીદ્દીક મીરમહંમદ મલેક, સરફરાજ જહુરુદ્દીન મલેક, એહમદહુસેન મકબુલહુસેન શેખ, અજરુદ્દીન હસનુદ્દીન શેખ, મુસ્તાક અબ્બાસ શેખ અને અજરુદ્દીન અમરુદ્દીન શેખની ધરપકડ કરી હતી. પોલીસે તેઓની પાસેથી રોકડ રૃા.૩૩૭૦૦ તેમજ વાહન મળી કુલ રૃા.૨.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

(5:57 pm IST)