Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

સંસદમાં સક્રીયતા સિધ્‍ધ કરતા નરહરિ અમીનઃ ૩૨ પ્રશ્‍નો પુછ્‍યા

રાજકોટ,તા. ૧૨ : શ્રી નરહરિ અમીન, સંસદસભ્‍ય, રાજ્‍યસભ્‍ય દ્વારા સંસદનાં ચોમાસું સત્ર દરમ્‍યાન ગુજરાત સહિત સમગ્ર દેશને સંબંધિત વિવિધ વિષયો બાબતે કુલ ૩૨ રાજયસભા પ્રશ્‍નો પુછવામાં આવ્‍યા હતા. તેમણે સાંસદ તરીકેની પોતાની જાગૃતિ બતાવી છે.તે પૈકીઃ નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો-૧, જલશકિત મંત્રાલયના-૨, આવાસન અને શહેરી બાબતોનાં મંત્રાલયો-૧,  નાણા મંત્રાલયનાં -૨, ગૃહ મંત્રાલયનો -૧, માર્ગ વાહન વ્‍યવહાર અને હાઇવે મંત્રાલયનાં -૨,  ગ્રામ્‍ય વિકાસ મંત્રાલયનાં-૧, પ્રવાસન મંત્રાલય-૩, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયનાં -૧, વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલય -૧, રેલ્‍વે મંત્રાલયનાં -૨, પેટ્રોલીયમ અને કુદરતી ગેસ મંત્રાલય, -૨, ન્‍યુ એન્‍ડ રિન્‍યુએબલ એનર્જી અને કેમિકલ -ફર્ટિલાઇઝર મંત્રાલય -૨, બંદરો-વહાણવટા અને જળમાર્ગ મંત્રાલય-૧, આયુષ મંત્રાલય -૧, સહકાર મંત્રાલય -૧, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય-૨, કાયદો અને ન્‍યાયતંત્ર મંત્રાલય-૧, ગ્રાહકોની બાબતો, અન્‍ન અને જાહેર વિતરણ મંત્રાલય -૧, કર્મચારીગણ, જાહેર ફરિયાદો અને પેન્‍શન મંત્રાલય -૧ અને આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયને સંબંધિત ૨ પ્રશ્‍નો પુછવામાં આવ્‍યા હતા. સંબંધિત મંત્રીઓના દ્વારા તેના જવાબો અપાયા છે.

 

(4:04 pm IST)