Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

દક્ષિણ ગુજરાતમાં તબાહી મચાવવાના મધ્‍ય પ્રદેશની જામ્‍બુવા ગેંગના અરમાનો પર પાણી ફરી ગયું

દેશભરમાં હાહાકાર મચાવનાર કુખ્‍યાત ગેંગના ૩ ખૂંખાર સભ્‍યો અંતે નવસારી એલસીબી પીઆઇ દીપક કોરાટ ટીમના સકંજામાં : ત્રણ સભ્‍યો, બોલરો કાર સાથે ઝડપાયા, રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન, એસપી ઋષિકેશ ઉપાધ્‍યાયના માર્ગદર્શનમાં બમ્‍પર સફળતા

રાજકોટ તા.૧૨: ગુજરાતની સમૃદ્ધિ અને વ્‍યાપાર ધંધા અન્‍ય રાજયની તુલનામાં અને ખાસ કરી ગુજરાતમાં સમૃદ્ધિ સારી હોવાનું જાણે જાણ્‍યુ હોય તેમ મધ્‍યપ્રદેશની કુખ્‍યાત જામ્‍બુવા ગેંગ ત્રાટકી રહી હોવાથી તેની મોડેસ ઓપરેન્‍ડી, ટેકનિકલ સર્વેલન્‍સ આધારે આ ગેંગને ચોક્કસ હકીકત આધારે સુરત રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન અને સુરત એસપી ઋષિકેશ ઉપાધ્‍યાયની સૂચના અને માર્ગદર્શન મુજબ નવસારી એલસીબી ટીમના પીઆઇ દીપક કોરાટ ટીમ દ્વારા કુખ્‍યાત ગેંગના ત્રણ ગેંગ સભ્‍યોને ઝડપી લીધા છે.

દરમ્‍યાન તા.૧૧/૦૮/૨૦૨૨ના રોજ પો.કો.સંદિપભાઇ પીઠાભાઇ તથા પો.કો.અર્જુનભાઇ પ્રભાકરભાઇ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી તથા ટેકનિકલ સર્વેલન્‍સ આધારે મોજે સુપાગામમાંથી પસાર થતી પૂર્ણાનદીના બ્રીજ ઉપર વોચ ગોઠવી આરોપીઓ (૧) અનસીંગ મનજીભાઇ કામલીયા (૨) અજય પપ્‍પુભાઇ કામલીયા તથા (૩) નારકુ કસના કામલીયા તમામ રહે. ખડકોઇ ગામ, તળાવ ફળિયું, થાણા-રાણાપુર, તા.રાણાપુર, પોસ્‍ટ-રજલા, જી.જાંબુવા (મધ્‍યપ્રદ ેશ રાજય) નાઓને રોકડા રૂપિયા ૯૧,૨૬૦ તથા બોલેરો ગાડી નંબર-એમપી ૪૩ સીએ૧૬૬૮ તથા ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો મળી કુલ રૂપિયા ૪,૫૭,૫૮૫ ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ

આરોપીની પુછપરછ કરતા તેઓએ નવસારી, વલસાડ, સુરત ગ્રામ્‍ય તથા ભરૂચ જિલ્‍લાઓમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી કરેલ તેમજ ગુજરાત સિવાય મહારાષ્‍ટ્ર રાજયના નાશીક જિલ્લામાં, કર્ણાટક રાજય તથા રાજસ્‍થાન રાજયના કોટા જિલ્‍લાના આજુબાજુના વિસ્‍તારમાં અવાર-નવાર ચોરીઓ કરેલ હોવાથી તેમજ આજથી એકાદ અઠવાડીયા પહેલા રાજસ્‍થાન રાજયના કોટા જિલ્‍લામાં એક દુકાનના પાછળના ભાગે દિવાલમાં બાકોરૂ પાડી દુકાનમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નવસારી રૂરલ પો.સ્‍ટે.માં સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી (૧) અનસીંગ મનજીભાઇ કામલીયા ઉ.વ.૨૪, (૨) અજય પપ્‍પુભાઇ કામલીયા ઉ.વ.૨૨ (૩) નારકુ કસના કામલીયા ઉ.વ.૪૨ તમામ રહેવાસી. ખડકોઇ ગામ, તળાવ ફળિયું, થાણા-રાણાપુર, તા.રાણાપુર, પોસ્‍ટ. રજલા, જી.જાંબુવા (મધ્‍યપ્રદેશ રાજય)

વોન્‍ટેડ આરોપીઓ (૧) સુનિલ કરમસિંગ કામલીયા રહેવાસી, ખડકોઇ ગામ, તળાવ ફળિયું, થાણા-રાણાપુર, તા.રાણાપુર, પોસ્‍ટ.રજલા, જી.જાંબુવા (મધ્‍યપ્રદેશ રાજય) (૨) મુકેશ મેડા રહે.કુંદનપુર-ખેડા (મધ્‍યપ્રદેશ રાજય)

પીઆઇ ડી.એસ.કોરાટ, પીએસઆઇ એ.આર.સુર્યવંશી, પીએસઆઇ એમ.આર.વાળા, પીએસઆઇ એસ.ટી.પારગી, એએસઆઇ કલ્‍યાણભાઇ રામભાઇ, એએસઆઇ સુનિલસિંહ દેવીસિંહ, એચસી શકિતસિંહ સુખદેવસિંહ, એચસી નિલેશભાઇ અશોક, એચસી ભાવેશકુમાર જયમનલાલ, એચસી મિલનભાઇ મનસુખભાઇ, એચસી અજયભાઇ મહાદેવભાઇ પીસી સંદીપભાઇ પીઠાભાઇ, પીસી અર્જુન પ્રભાકરભાઇ પીસી મહેશભાઇ રામજીભાઇ, પીસી અનિલભાઇ રમેશભાઇ પીસી રામજીભાઇ ગયાપ્રસાદ, પીસી વારીફમીયા રફીમીગા, પીસી કિરણભાઇ ભગુભાઇ પીસી ધીરજભાઇ રત્‍નાભાઇ તમામ એલ.સી.બી નવસારી

(12:32 pm IST)