Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા રક્ષાબંધન ની ભાવપૂર્ણ ઉજવણી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ રક્ષાબંધન ની રવિવારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભાઈ બહેનનો સંબંધ ભલે કોઈ રેશમી દોરાથી બાંધેલો હોય કે ન હોય આ અનમોલ સંબંધ દિલ થી જરૂર બંધાયેલો હોય છે અને ભાઈ બહેનનો સંબંધ મિશ્રી જેવો મીઠો તેમજ મખમલ જેવો મુલાયમ હોય છે ત્યારે ભાઈ બહેનના આ પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર દેશ દુનિયામાં આજે ભાઈ બહેનનું પ્રતીક એવી રાખીનું બંધન એટલે કે બહેન ભાઈની કલાઈમાં રાખી બાંધી આ પવિત્ર દિવસે ભાઈનું મોઢું મીઠું કરાવી બળેવની ઉજવણી કરવામાં આવતી હોય રાજપીપળા શહેરમાં પણ આ પવિત્ર દિવસની દિલથી ઉજવણી કરાઈ હતી.

(12:08 am IST)