Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આખરૅ અમદાવાદમાં છેલ્લા 8 દિવસથી ચાલતી રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ

સરકારે હકારાત્મક અભિગમ દાખવતા હડતાળ પૂર્ણ કકરવાનો BJ મેડિકલના રેસિડેન્ટ તબીબોએ નિર્ણય લીધો

અમદાવાદમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ સમેટાઈ ગઈ છે. સરકારે હકારાત્મક અભિગમ દાખવતા હડતાળ પૂર્ણ કકરવાનો BJ મેડિકલના રેસિડેન્ટ તબીબોએ નિર્ણય લીધો છે. આ અંગે તબીબોએ કહ્યુ કે, કેરાજ્ય સરકારે અમારી માગણીઓ સાંભળી છે જેથી અમે હડતાળ સમટીએ છીએ. નોંધનિય છે કે આ હડલાળ છેલ્લા 8 દિવસથી ચાલતી હતી.

તો બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ મુદ્દે સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટ 12 ઓગસ્ટના રોજ સફળ રહી ન હતી. જુનિયર ડોકટર એસોસિએશને ઇમરજન્સી ડયૂટી અને કોવિડ ડયૂટી બંધ રાખવાનું નક્કી કર્યું હતું.

જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે સરકારે સેકન્ડ અને થર્ડ યરના રેસિડેન્ટ ડોક્ટરોને ૧:૨ મુજબ બોન્ડ લંબાવી આપવા ના પાડી દીધી હતી. જ્યારે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને આ લાભ આપવા ફક્ત મૌખિક ખાતરી આપી, પરંતુ લેખિતમાં કશું આપ્યું નથી. તેના કારણે અસમંજસતા યથાવત રહી હતી.

નોંધનિય છે કે, બી.જે. મેડિકલ કોલેજના ડીન ડો.પ્રણય શાહ, સોલા સિવિલના ડો.નીતિન વોરા અને અસારવા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જે.વી.મોદીએ અપીલ કરતા રેસિડેન્ટ ડોક્ટરો બુધવારથી ઈમરજન્સી અને કોવિડ ડયુટી બજાવવા તૈયાર થયા હતા.

જામનગરમાં ડિગ્રી ર્સિટફિકેટ બેન કરવાની ધમકી આપતા ઈન્ટર્ન ડોક્ટરો ફરજ પર પાછા ફર્યા હતા. રાજકોટમાં પણ હડતાલના દિવસો જેટલું વધુ કામ કરવા ધમકી અપાઈ હતી. તેના કારણે ડોક્ટરો ગભરાયા હતા.

(12:40 am IST)