Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ભુવાએ કહ્યું- 'તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે':મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભુવા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી

અમદાવાદ: પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખની માંગ કરતા મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુટુંબમાં થતા ભુવાની બ્લેકમેઈલીંગથી મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. પોલીસે બન્ને પક્ષો વચ્ચે થયેલી અઠડામણને લઈને ક્રોસ ફરિયાદ નોંધી છે.

પરિણીતાને સંતાન પ્રાપ્તિ થાય તે માટે ભુવાએ તેની સાથે શરીર સુખ ની માંગ કરીને કહયુ આપડે બન્ને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે. જુહાપુરા વિસ્તારમા રહેતી એક પરણિતાને સંતાન પ્રાપ્તિ માટે ભુવાને ઘરે બોલાવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. ભુવાએ યુવતીને સંતાન પ્રાપ્તિ થાય તે માટે પોતાની શરીર સંબધ બાધવા માટેની વાત કરતા મામલો બીચક્યો હતો.

યુવતીએ  ભુવાને ઘરમાંથી કાઢી મુક્યા બાદ તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ભુવા વિરુદ્ધ અરજી થતા તેના ભાઇઓ યુવતીના ઘરે આવ્યા હતા અને ગાળો બોલીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી હતી. જેથી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં કહેવાતો ભુવો ઇમ્તિયાઝ હૂસૈન ઉર્ફે જલાલી શેખ, મુબીન, ઇરફાન અને અફરોજ નામના યુવકો વિરુદ્ધ ફરિયાદ કરી છે.

જુહાપુરાની આ યુવતીના લગ્નના 13 વર્ષ થયા છે. પરંતુ લગ્ન બાદ તેને સંતાન પ્રાપ્તિ નહી થતા પડોશમાં રહેતી એક બાળકીને તેને એડોપ્ટ કરી હતી. આ દપંતી ભુવા ઇમ્તિયાઝ હુસૈન શેખ સંપર્કમા આવ્યા.આ ભુવાએ સંતાન માટે દોરાધાગા કરી આપવા યુવતીએ તેને પોતાના ઘરે બોલાવ્યો હતો.અને સંતાન પ્રાપ્તિ થતી નથી અને ઘરમાં પણ પ્રોબ્લેમ હોવાનું કહ્યુ હતું. યુવતીની વાત સાંભળીને ઇમ્તિયાઝ બોલ્યો હતો કે તારે બાળકોના થતા હોય તો તારે બીજા પુરૂષ સાથે સંબધ બાંધવો પડે તો તારા બાળકો થાય

ઇમ્તિયાઝે પરણિતાને હોટલમાં જઇએ અને તું મારી સાથે સંબધ રાખીશ તો તારે બાળકો થશે તેવી વાત કરી હતી. ઇમ્તિયાઝની વાત સાંભળીને યુવતી ઉશ્કેરાઇ હતી અને તેને ઘરમાં કાઢી મુક્યા બાદ પોલીસમાં ફરિયાદ આપી હતી. આ ઘટનામાં મહિલાએ ઇમ્તિયાઝ વિરુદ્ધ ફરિયાદ કરતા આરોપીના પરિવારજનોએ મહિલાના ઘરમા મારામરી કરી હોવાનો આરોપ દપંતીએ લગાવ્યો હતો. હાલમા વેજલપુર પોલીસે આ આક્ષેપોને લઈને બન્ને પક્ષે ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે

(12:30 am IST)