Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વલસાડ જિલ્લામાં કલગામ ખાતે " મારૂતિ નંદન વનનુ ઉદધાટન તથા ૭૨મો વન મહોત્સવ કાર્યક્રમ

રાજયના તમામ ૨૫૦ તાલુકાઓ તથા ૫૨૦૦ થી વધારે ગામોમાં જનભાગીદારીથી વૃક્ષારોપણ અને વનમહોત્સવની ઉજવણી: નદીઓના કાંઠા ઉપર ૨૫ લાખ જેટલા રોપા વાવેતર કરાશે : રાજયમાં જુદા જુદા સ્થળે વિવિધ પ્રકારના ૧૦.૧૦ કરોડ રોપાઓનું વિતરણ

dir="ltr">
અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારૂતિ નંદન વનનુ ઉદધાટન તથા ૭૨મો વન મહોત્સવ કાર્યક્રમ થશે  દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાતના પનોતા પુત્ર અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન સ્વ. કનૈયાલાલ મુનશીજીએ સને ૧૯૫૦માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષઉછેરની ઉજવણીના અનોખા લોકોત્સવ વન મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવેલ.
 ગુજરાત રાજયના સ્થાપના કાળથી રાજયસ્તરીય વનમહોત્સવ રાજયના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો પરંતુ આપણા દીર્ધ દ્રષ્ટા વડાપ્રધાન અને રાજયના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજયસ્તરીય વનમહોત્સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતાં રાજયના એતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દષ્ટિએ અગત્યતા ધરાવતાં રાજયના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરી, ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન' સ્થાપના ની એક નવી પહેલ અને પરંપરા શરૂ કરી, આ પરંપરાને આગળ લઈ જતા સને ૨૦૨૦ સુધી કુલ ૨૦ સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવેલ
  વર્ષ ૨૦૨૧ ના વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૧૪/૦૮/૨૦૨૧ ના રોજ વલસાડ જિલ્લામાં કલગામ ખાતે "મારૂતિનંદન વન" નામનું ૨૧માં સાંસ્કૃતિક વનનું રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવી રહેલ છે.
 ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા ૨૧મો સાંસ્કૃતિક વન "મારૂતિ નંદનવન" કુલ વિસ્તાર ૪,૦૦ હેક્ટરમાં વિકસિત કરવામાં આવે છે. આ વન મોજે કલગામ ખાતે આવેલ હનુમાનજીના મંદિરની નજીક છે. જેથી આ વનને હનુમાનજીને સમર્પિત કરવામાં આવેલ છે. આ મંદિર પૌરાણિક હોવાથી, શ્રાવણ માસ દરમ્યાન હજારો શ્રધ્ધાળુઓ મુલાકાત લે છે.
 આ વન મહોત્સવ દરમ્યાન આ વનમાં હાલ સુધીમાં ૫૧૦૦૦ રોપાઓનું વાવેતર કરેલ છે અને પૂર્ણ થયેથી આ વનમાં ૧ લાખથી વધુ રોપાઓનું ઉછેર થશે. ”મારૂતિનંદન વન” થકી નીચે મુજબના હેતુઓ સિધ્ધ થવાના છે. - વન સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી - વિધાર્થીઓ માટે વનસ્પતિ વિજ્ઞાન માટેનો સ્થળ લોકોની ધાર્મિક અને સાંસ્કૃતિક ભાવનાઓનું સન્‍માન કોરોનાકાળમાં આ વન પ્રાકૃતિક ઓક્સિજનના સ્ત્રોત રૂપે કામ કરશે
જૈવિક વિવિધતા માટે જ્ઞાનનો સ્ત્રોત
મારૂતિનંદન વનમાં નીચે મુજબના વિવિધ પ્રકારના વન ઉભા કરવામાં આવેલ છે. જેમાં રામસેતુ , સિંદુરીવન, મેઇઝ ગાર્ડન, નવગ્રહ વન,કર્મયોગી વન, કિષ્કિન્ધા વન, રાશી વન, લક્ષમણ ઝુલા, ગાર્ડન ઓફ કલર્સ, નક્ષત્ર વન, પંચવાટીકા, સંજીવની વન, યોગા ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ગાર્ડન ઓફ ફેગરેંસ આ વનમાં મિયાવાકી પધ્ધતિથી રોપાઓનું વાવેતર કરી ઘનિષ્ટ વન ઉભું કરવા પ્રયાસ કરવામાં આવેલ છે.
ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા ૭૨મો વન મહોત્સવ દરમ્યાન રાજયની તમામ ૮ મહાનગરપાલિકાઓ, તમામ ૩૩ જિલ્લાઓમાં આજે એકી સાથે એક જ દિવસે જિલ્લા
કક્ષાના વનમહોત્સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ ઉપરાંત રાજયના તમામ ૨૫૦ તાલુકાઓ તથા ૫૨૦૦ થી વધારે ગામોમાં જનભાગીદારીથી વૃક્ષારોપણ અને વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી રહેલ છે.
જળ સંરક્ષણ હેતુથી ચાલુ વર્ષે નદીઓના કાંઠા ઉપર ૨૫ લાખ જેટલા રોપા વાવેતરની
કામગીરી પણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે.
 વન વિભાગ દ્વારા રાજયના તમામ 3૩ જિલ્લાઓમાં "વૃક્ષ રથ” ધ્વારા લોકોને તેમની
જરૂરીયાત મુજબના રોપા તેમના ઘર - આંગણે વિતરણ કરવાનું આયોજન કરવામાં
આવેલ છે.
 શાળા કોલેજો  જી. આઇ. ડી. સી. વિસ્તારમાં આવેલા ઉદ્યોગો, રાજયોના ઔદ્યોગિક એકમો,  શહેરી વિસ્તારોમાં વૃક્ષ વાવેતરને પ્રાધાન્ય આપી હરિયાળા ગુજરાતના સંકલ્પને સિધ્ધ કરવાનો છે.
ચાલુ વર્ષે વનવિભાગ દ્વારા રાજયમાં જુદા જુદા સ્થળે વિવિધ પ્રકારના ૧૦.૧૦ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે.
સામાજિક વનીકરણ ક્ષેત્રે બિન સરકારી સંસ્થાઓ તેમજ લોકભાગીદારીના બહોળા પ્રતિસાદ દ્વારા વનવિસ્તારમાં અકલ્પનીય વધારો થવા પામેલ છે. વિવિધ બિન - સરકારી સંસ્થાઓ દ્વારા સમયાંતરે લોકજાગૃતિ માટે કાર્યક્રમો યોજી ગુજરાતને હરિયાળું બનવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે.
તા.૧૪/૦૮/૨૦૨૧ ના રોજ રાજ્યકક્ષાના ૭રમા વન મહોત્સવ દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે વનીકરણ થકી લોક જાગૃતિ અમૂલ્ય ફાળો આપેલ રાજ્યની ૩૮ બિન સરકારી સંસ્થાઓને પ્રસસ્તિ પત્ર એનાયત કરવામાં આવનાર છે. સ્વપ્રયત્નો થકી વનીકરણ દ્વારા લોક જાગૃતિ લાવનાર એવા ૩ વ્યક્તિઓને વન પંડિત પુરસ્કારથી સતકાર કરવામાં આવનાર છે. રાજ્ય કક્ષાના આ કાર્યક્રમ દરમ્યાન ૩ ગ્રામ પંચાયત અને ૩ તાલુકા પંચાયતને વૃક્ષો દ્વારા મળેલ આવક રૂ।. ૧.૯૧ કરોડ નો ચેક આપવામાં આવનાર છે.
  મુખ્યમંત્રીના ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાતના અભિગમને સાકાર કરવા માટે વધારેમાં વધારે વૃક્ષો લગાવી રાજ્યને લીલુંછમ બનાવવા વન વિભાગ દ્વારા ૭૨મા વન મહોત્સવ થકી તમામ જિલ્લા તથા મહાનગરપાલિકાઓમાં રોપા વિતરણ કરવામાં આવનારા છે.
(10:29 pm IST)