Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વીમો એ વિશ્વાસ અને ખાતરીનો વ્યવસાય છે : યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ વારસો જાળવ્યો અંગરૂપ સોનમ

કોઇપણ વીમા સંબંધિત સમસ્યાઓ માટે સભ્યો તેમનો સીધો સંપર્ક કરી શકે: GCCIની ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સનો યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ સાથે ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ :  વીમો વિશ્વાસ અને ખાતરીનો વ્યવસાય છે. અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની આ વારસો જાળવી રહી છે. તેમણે ખાતરી આપી કે કોઇપણ વીમા સંબંધિત સમસ્યાઓ માટે સભ્યો તેમનો સીધો સંપર્ક કરી શકે છે.

જીસીસીઆઇની ઇન્યોરન્સ ટાસ્ક ફોર્સે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ સાથે ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડના જનરલ મેનેજર અંગરૂપ સોનમે વધુમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની હંમેશા સુલભ અને સરળ સેવાઓ પુરી પાડે છે.

ગુજરાત ચેમ્બર એન્ડ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નટુભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, એમએસએમઇને પોતાની મિલ્કતો અને એક્ષપોર્ટ માટે લેવાતાં ઇન્સ્યોરન્સ અંગે જાગુતિ લાવવાની ઘણી જરૂર છે. તેમણે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ અને જીસીસીઆઇના સભ્યો સાથે વિવિધ પ્રકારના વીમા એટલે કે ફાયર, મરીન વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરીને સેમિનારનું આયોજન કરવાનું પણ સૂચન કર્યું હતું.

જયારે જીસીસીઆઇના ઇન્સ્યોરન્સ ટાસ્ક ફોર્સના ચેરમેન નિલેશ દેસાઇએ આ ઇન્ટરેક્ટિવ પોગ્રામનો ઉદ્દેશ જણાવ્યો હતો અને કોવિડ મહામારી રોગચાળા દરમિયાન જીસીસીઆઇ દ્વારા કરવામાં આવેલી વિવિધ વીમા સેવાઓ વિશે જણાવ્યું હતું.

યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડના ડેપ્યુટી જનરલ મેનેજર એસ.કે. સિંહે મુખ્ય અતિથિ અંગરૂમ સોનમનો પરિચય આપ્યો હતો. અંતમાં જીસીસીઆઇના ઉપપ્રમુખ કે.આઇ. પટેલે આભારવિધિ કરીને કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વીમા કંપનીઓ અને વેપાર તથા ઉદ્યોગના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

(8:37 pm IST)