Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આત્મનિર્ભર નારી શક્તિ સાથે પ્રધાનમંત્રીનો ઈ- સંવાદ : પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને સખીમંડળની બહેનો સાથે સંવાદ સાધ્યો

અમદાવાદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જીલ્લા કક્ષાનો કાર્યક્રમ વિરમગામ ખાતે યોજાયો : અમદાવાદ જિલ્લામાં 136 સ્વસહાય જુથને રૂપિયા ૪૬.૯૦ લાખના સહાય ચેકનું વિતરણ

class="ii gt" id=":14l">
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :આજના જમાનાની મહિલાઓ ડિજિટલ પ્લેટફોર્મ સાથે આત્મનિર્ભર બની રહી છે. આત્મનિર્ભર અભિયાન થકી અનેક બહેનો પગભર બની રહી છે જેના કારણે ઘર, પરિવાર, સમાજ, રાજ્ય અને દેશમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરવાની બહેનોને તક મળી છે. સરકાર દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ અભિયાન હેઠળ સમાજની બહેનોને એક મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે આજરોજ પ્રધાનમંત્રી દ્વારા મહિલાઓ સાથે ઈ-સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત અભિયાનમાં બહેનો ખૂબ મોટો ફાળો રહેલો છે. ઘર પરિવાર સાથે આર્થિક રીતે નાની મોટી બચત કરીને 10 બહેનોના ગ્રુપ દ્વારા સ્વ સહાય જૂથની રચના કરીને બચત ધિરાણ થકી અનેક બહેનોના જીવનમાં આજે બદલાવ આવ્યો છે. ઈ- સંવાદમાં અમદાવાદનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિરમગામ ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં તાલુકામાં આવેલા ૧૪૦૦ જેટલા સખીમંડળમાંથી કોવિડ ગાઇડલાઇન મુજબ અમુક બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકાની પાંચ સખી સંઘને રીવોલ્વીંગ ફંડ ચેક આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામા કુલ ૮ હજાર કરતાં વધારે સ્વ સહાય જૂથ આવેલા છે. જેમાથી આજરોજ  દરેક તાલુકા અને ગામ દીઠ યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૬ સ્વસહાય જૂથને કુલ ૪૬.૯૦ લાખના સહાયના રિવોલ્વિંગ ફંડ ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વિરમગામ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલે બહેનોને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં વિરમગામ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  દ્વારા ઉપસ્થિત રહેલા બહેનોને સખીમંડળની રચના થકી વિવિધ પ્રકારની કાર્યશૈલીથી આવકનો સ્ત્રોત કઈ રીતે ઊભો કરી શકાય તે વિશે માહિતી પૂરી પાડી હતી. આ પ્રસંગે વિસ્તરણ અધિકારી, બેંક સખી  અલકાબેન દવે, TLM  દિપીકાબેન લેઉવા, NRLM  યોજનાના લાભાર્થીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, પદાધિકારીઓ જિલ્લા સદસ્યશ્રીઓ, કારોબારી અધ્યક્ષશ્રીઓ અને સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન કોળીપટેલ,  વિરમગામ તાલુકા ભાજપ પ્રમુખ કિરીટસિંહ ગોહિલ, મહામંત્રી રમેશભાઈ કોળીપટેલ તથા દિપકભાઈ પટેલ, જિલ્લા સદસ્ય વિષ્ણુભાઈ જાદવ, જગદીશભાઈ વડલાણી, વિરમગામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકભાઈ પટેલ,  કારોબારી ચેરમેન મયુરભાઈ ચાવડા, ન્યાય સમિતિ ચેરમેન બબીબેન ખેંગારભાઈ હરીભાઈ પરમાર, હિતેશભાઈ જાદવ, કાળુભાઈ કોળીપટેલ,  રાજુભાઈ પરમાર, હરશનભાઈ કોળીપટેલ, શોસિયલ મિડીયા કન્વીનર જીજ્ઞેશ સી હાડગરા, સભ્ય દિપકભાઈ પરમાર સહિત સ્વસહાય જુથોની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા
 
(7:04 pm IST)