Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમદાવાદમાં ચોરી- લૂંટને અટકાવવા પોલીસની નવી પહેલ : સોસાયટી અને ફ્લેટમાં સિક્યુરિટિ ગાર્ડ બે વખત સુતા ઝડપાય તો એજન્સી સામે થશે કાર્યવાહી

ગાર્ડ સૂતેલો હોય તો તેના મોઢા પર મોબાઇલની ફ્લેશ લાઈટ કરવા છતાં તેમજ ગાડીનો દરવાજો બેથી ત્રણ વાર ખોલી બંધ કરી અવાજ કરવા છતાં સિક્યુરિટી ગાર્ડ જાગતાં નથી.

અમદાવાદ: પોલીસ દ્વારા સોસાયટીઓમાં થતી ચોરી અને લૂંટને લઈને નવી પહેલ શરૂ કરાઈ છે, જેમાં છેલ્લા 5 દિવસથી સોલા પોલીસ દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી- ફ્લેટમાં જઈ સિક્યુરિટી ગાર્ડ બેઠો હોય છે કે નહીં એર ચેક કરે છે. જો ગાર્ડ સૂતો હોય તો ત્યાં ગાડી લઇ જવામાં આવે છે અને દરવાજો ખોલ અને બંધ કરવામાં આવે છે. છતાં ગાર્ડ ન જાગે તેને અવાજ કરી જગાડવામાં આવે છે.

શહેરમાં દિવસે દિવસે સોસાયટી અથવા બંગ્લાઓમાં ચોરી અને લૂંટની ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે. તેમા પણ ખાસ કરીને હાઈવેની આસાપસના વિસ્તારોમાં સૌથી વધારે લૂંટ અને ચોરીની ઘટનાઓ બનતી હોય છે. જો કે, સોસાયટી અને ફ્લેટમાં સિક્યુરિટિ ગાર્ડ હાજર હોવા છતા તસ્કરો તેમનું કામ સરળતાથી કરી ફરાર થઈ જતા હોય છે. તાજેતરમાં જ બોપલ ખાતે આવેલ એક બંગ્લોમાં તસ્કરોએ લાખો રુપિયાની લૂંટ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા એક પહેલ શરુ કરવામાં આવી છે. જેમાં સોસાયટી અને ફ્લેટમાં રાખલે સિક્યુરિટિ ગાર્ડ કેટલા એક્ટિવ છે તે તપાસ કરવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી સોલા પોલીસ દ્વારા આ પહેલની શરુઆત કરવામાં આવી છે. સોલા પોલીસ દ્વારા સોસાયટી- ફ્લેટમાં જઈ સિક્યુરિટી ગાર્ડ બેઠો હોય છે કે નહીં એર ચેક કરે છે. જો ગાર્ડ સૂતો હોય તો ત્યાં ગાડી લઇ જવામાં આવે છે અને દરવાજો ખોલ અને બંધ કરવામાં આવે છે. છતાં ગાર્ડ ન જાગે તેને અવાજ કરી જગાડવામાં આવે છે.

આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી અને ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે પરંતુ સજાગ નથી હોતા. ચોર અને લૂંટારાઓથી સુરક્ષા કરવા સિક્યુરિટી ગાર્ડ હોય છે પરંતુ તેઓ સુતેલા હોય છે જેથી આ બાબતે ચેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ પોલીસની વાન મોડી રાતે 1થી 4ના સમયગાળામાં અલગ-અલગ સોસાયટીમાં જાય છે અને સિક્યુરિટી ગાર્ડ સૂતેલો છે કે જાગે છે તેની તપાસ કરવામાં આવે છે. ગાર્ડ સૂતેલો હોય તો તેના મોઢા પર મોબાઇલની ફ્લેશ લાઈટ કરવા છતાં તેમજ ગાડીનો દરવાજો બેથી ત્રણવાર ખોલી બંધ કરી અવાજ કરવા છતાં સિક્યુરિટી ગાર્ડ જાગતાં નથી. જેથી તેને જગાડવામાં આવે છે અને ચા-પાણી કરાવવામાં આવે છે ત્યારબાદ તેને કઈ તકલીફ છે કે કેમ તે પુછીએ છીએ. બીજા દિવસે સવારે સિક્યુરિટી ગાર્ડના સુતેલા ફોટો સોસાયટીના ચેરમેનને મોકલવામાં આવે છે. આ સાથે સોસાયટીના ચેરમેન અને સિક્યુરિટી ગાર્ડ એજન્સીને એક પત્ર મોકલવામાં આવે છે જેમાં સિક્યુરિટી ગાર્ડ સુતેલા હોય છે. તેઓની બેદરકારી સામે આવી છે જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ જાગતો રહે તેવું આયોજન કરવામાં આવે.

(6:42 pm IST)