Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમદાવાદની ઍલજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની કમાલઃ ફાઇલ ટ્રેકીંગ સિસ્ટમ સોફટવેર વિકસાવ્યો

ફાઇલના નિકાલ માટે અરજદારોને ઓફિસના ધક્કા બંધ થશેઃ રીયલ ટાઇમ લોકેટર છે આ સોફટવેર

 

અમદાવાદઃ અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓએ એવુ સોફ્ટવેર તૈયાર કર્યું છે જેનાથી ભ્રસ્ટાચાર દૂર થશે સાથે સરકારી કચેરીઓમાં કામ પણ ઝડપથી થશે.

તમારી ફાઈલો લઇ હવે સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા ભૂતકાળ બની શકે છે કારણ કે અમદાવાદ LJ કોલેજના વિદ્યાર્થીઓએ અનોખું સ્ટાર્ટઅપ તૈયાર કર્યું છે જેનાથી ભ્રસ્ટાચાર દૂર થશે સાથે સરકારી કચેરીઓમાં કામ પણ ઝડપીથી થશે.

ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ અનોખું સ્ટાર્ટઅપ

સામાન્ય રીતે સરકારી કચેરીમાં અરજદારો ફરિયાદો અને અરજી કરતા રહે છે. પરંતુ પહેલા દિવસો, પછી મહિનાઓ અને પછી વર્ષો વીતી જાય તો પણ તે ફરિયાદ, અરજી કે ફાઇલનો નિકાલ થતો નથી.

સરકારી કચેરીમાં નહિ થાય ફાઈલોનો ભરાવો

GTU હેકેથોનમાં ભાગ લીધેલા L J ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીએ ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ નામનું એક વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે જેના માધ્યમ થી સરકારી કચેરીઓમાં ફાઈલોનો ભરાવો તો ઓછો થઈ જશે સાથે અરજદારોને ધક્કા ખાવામાંથી પણ મુક્તિ મળશે.

અરજદારોને પણ ધક્કાખાવામાંથી મળશે મુક્તિ

જો વાત કરવામાં આવે તો ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ એક એવું સોફ્ટવેર છે જે અમદાવાદની L J ઇન્સ્ટિટ્યૂટના MCAના વિદ્યાર્થીઓ કૃણાલ, સીમરન અને આરીફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે ગત વર્ષે જાન્યુઆરી 2020માં તેઓએ ફાઈલ ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરવાનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. ત્યારે પ્રોજેક્ટ પર કામ કરવાનો વિચોર આવ્યો હતો.

રિયલ ટાઇમ લોકેટર છે સોફ્ટવેર

સોફ્ટવેર તૈયાર કરતા પહેલા તેઓએ અલગ અલગ સરકારી કચેરીઓમાં થતા કામનો અભ્યાસ કર્યો તેમજ LIC અને SBIની ઓફિસોમાં પણ ગયા હતા. સરકારી કચેરીમાં તેઓને જાણવા મળ્યું કે હજુ પણ આવી કચેરીમાં મોટાભાગના કામ માટે ઓફલાઇન ફાઈલ સિસ્ટમ છે. કેટલીક જગ્યાએ ઓનલાઇન વર્ક થાય છે. પણ ત્યાં પણ કામનું કોઈ ટ્રેકિંગ થતું નથી. જેને ધ્યાનમાં લઈને ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ બનાવનો ખ્યાલ આવ્યો હતો.

કોલેજના વિદ્યાર્થીઓનું સ્ટાર્ટઅપ

સોફ્ટવેર એક એપ્લિકેશન બેઇઝડ છે. જેને વેબ અને મોબાઇલના માધ્યમથી પણ ઓપરેટ કરી શકાય છે. સોફ્ટવેર રિયલ ટાઈમ લોકેટર છે. જેના આધારે અરજદારની ફાઈલ કયા સ્ટેજમાં પહોંચી છે તેની માહિતી મળી શકે છે. હવે સોફ્ટવેરની મદદથી સામાન્ય માનવીને અધિકારીઓની ઓફિસનોના ધક્કાખાવાથી મુ્ક્તિ મળશે.

(5:59 pm IST)