Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

વડોદરા: ટ્રેનમાં સૂવું મહિલાને પડ્યું ભારે: ગઠિયો 2.97 લાખ ઉપરાંતનું પર્સ ઉઠાવી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદ

વડોદરા: સૌરાષ્ટ્રમેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમ્યાન નિંદ્રાધીન મહિલાનું રૂપિયા 2.97 લાખ ઉપરાંતની મત્તા ભરેલું  લેડીઝ પર્સ અજાણ્યો ગઠિયો ચોરી નાસી છુટયો હોવાનો બનાવ રેલવે પોલીસ મથકે નોંધાયો છે.

સુરેન્દ્રનગરના રહેવાસી શબનમબેન કલાડિયા 10મી ઓગસ્ટના રોજ વતન જવા માટે મુંબઇ સેન્ટ્રલથી સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન પોતાની સીટ પાસે પર્સ લટકાવી સુઈ ગયા હતા. જેનો લાભ ઉઠાવી અજાણ્યો ગઠિયો પર્સની ચોરી કરી વડોદરા રેલ્વે સ્ટેશન આવતા નાસી છૂટયો હતો. જે પર્સમાં 1.92 લાખની કિંમતનો ચાર તોલાનો સોનાનો સેટ , 15 હજારની કિંમતની સોનાની બુટ્ટી, 90 હજારની કિંમતની સોનાની 05 નંગ વીંટી સહિત અન્ય ઇમિટેશન જ્વેલરી હતી.

(5:04 pm IST)