Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પેથાપુર પોલીસે આદરજ સહીત વાસણ ગામમાં દરોડા પાડી જુગારીઓને ઝડપી 37 હજારની રોકડ જપ્ત કરી

ગાંધીનગર:જિલ્લામાં આમ તો ઘણા સમયથી જુગારની પ્રવૃતિ ફુલીફાલી હતી ત્યારે હવે શ્રાવણ મહિનો આવતાની સાથે તેમાં વધારો થયો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી ઠેકઠેકાણે જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે. ત્યારે સે-ર૧ પોલીસની ટીમે બાતમીના આધારે બોરીજના નવાપરા ખાતે દરોડો પાડીને બોરીજ નવાપરામાં રહેતા બાબુજી મલાજી ઠાકોરદિનેશ પ્રહલાદજી દંતાણીઅરજણજી ઉર્ફે અજલો શંભુજી ઠાકોરમગોડીમાં રહેતા જીગ્નેશ યશવંતભાઈ બારોટ અને સર્કીટ હાઉસ સ્ટાફ કવાર્ટસના મકાન નં.૩પ/૧૨માં રહેતા રાજુભાઈ ફુલબહાદુર સોનીને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૧૦૮૦૦ની રોકડ કબ્જે કરી હતી. બીજી બાજુ પેથાપુર પોલીસે બાતમીના આધારે મોટી આદરજના અંધારીયા પરામાં દરોડો પાડીને મોટી આદરજમાં રહેતા રવાજી ગફુરજી ઠાકોરસુરેશજી આતાજી ઠાકોરકલ્પેશજી ગાંડાજી ઠાકોરદશરથજી જીણાજી ઠાકોરપ્રવીણજી કલાજી ઠાકોર અને નટવરજી જેતીજી ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૧ર૪૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી. જયારે વાસણ ગામમા પણ જુગાર રમાતો હોવાની બાતમીના પગલે દરોડો પાડી વાસણ ગામના રજુજી કચરાજી વાઘેલાજુજારસિંહ તખતસિંહ ચાવડાઈન્દ્રજીતસિંહ રોહિતસિંહ વાઘેલામહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહવાઘેલાઉનાવાના રાજેન્દ્રજી પ્રહલાદજી વીહોલ અને નરેન્દ્રસિંહ રામસિંહ સોલંકીને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧૦૬૫૦ની રોકડ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કોરોના કાળમાં જુગાર રમવા બદલ જુગારીઓ સામે જાહેરનામાં ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. 

(5:01 pm IST)