Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગાંધીનગરના ચિલોડા નજીક પોલીસે વાહનચેકીંગ દરમ્યાન બાઈક પર દારૂની હેરાફેરી કરતા બે ઝડપી 36 બોટલ દારૂ જપ્ત કર્યો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસે વાહનચેકીંગ દરમ્યાન બાઈક ઉપર દારૃની હેરાફેરી કરતાં બે શખ્સોને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી વિદેશી દારૃની ૩૬ બોટલ કબ્જે કરીને કુલ ૩૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં દારૃની હેરાફેરી થઈ રહી છે ત્યારે ખેપીયાઓ દ્વારા બાઈક ઉપર પણ નાની મોટી ખેપ મારવામાં આવતી હોય છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન જીજે-૦૧-યુએન-૯૭૩૯ નંબરના બાઈકને ઉભુ રાખ્યું હતું અને તેમાં સવાર શખ્સોના નામ પુછતાં સાબરકાંઠાના ડગલા ગામના સંજયકુમાર બાબુભાઈ ચૌહાણ અને અમદાવાદ ગોમતીપુરના મગન કુંભારની જુની ચાલીમાં રહેતા રાજકુમાર ઉર્ફે રાજન ચંદુભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. બાઈક ઉપર લગાવેલા થેલામાં તપાસ કરતાં બિયરની ૩૬ બોટલ મળી આવી હતી અને બે મોબાઈલ તેમજ બાઈક મળી ૪૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ શખ્સો દારૃ કયાંથી લાવ્યા હતા અને કયાં લઈ જવાના હતા તે જાણવા માટે પોલીસે તપાસ શરૃ કરી છે.

(5:00 pm IST)