Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્‍ચે ડાંગના અરવલ્લી જીલ્લાના માલપુરમાં 9 વર્ષની બાળાનો ડેન્‍ગ્‍યુએ ભોગ લેતા અરેરાટી

ગંદા પાણીનો નિકાલ કરવા વારંવાર રજૂઆત છતાં પ્રશ્નનું નિરાકરણ ન થયુ અને રોગચાળો વધ્‍યો

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના માલપુરમાં  ફળિયામાં રહેતી 9 વર્ષની બાળકીનું ડેન્ગ્યુમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. કોરોના બાદ જિલ્લામાં ડેન્ગ્યુનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે અને માલપુર ગામે તાકકેદારીના પગલાં હાથ ધરાયા છે.

અરવલ્લી જિલ્લામાં કોરોના બાદ માલપુરમાં એક ડેન્ગ્યુનો કેસ મળી આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. માલપુર ગામે રોહિત ફળિયામાં રહેતી નવ વર્ષીય બાળકી ગીરા હિતેશકુમાર વાઘેલા બીમારીમાં સપડાઈ હતી. આ બાળકીમા શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણો જણાતાં વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જ્યા તેનો બ્લડ ટેસ્ટ કરવામાં આવતા બાળકીને ડેન્ગ્યુ પોજીટીવ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે ડોક્ટરો દ્વારા સારવાર ચાલુ કરવામાં આવી હતી પણ કામ નસીબે બાળકી બચી શકી ન હતી અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું બાળકીના મોટ બાદ ફળિયાના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ફળિયામાં ખુલ્લી ગટરો અને સમગ્ર ગામનું ગંદુ પાણી આ રોહિતવાસ નજીક ખાડામાં જમા થતા ગંદકીથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ નહિ કરવામાં આવતા દર ચોમાસાના સમયમાં સ્થાનિકો બીમાર પડવાની સમસ્યા થાય છે ત્યારે રજૂઆતો બાદ પણ  કાર્યવાહી અભાવે બાળકીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

માલપુર ખાતે ડેન્ગ્યુનો કેસ મળી આવતા આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બાળકીના મોત બાદ રોહિત ફળિયામાં તકેદારીના પગલાં રૂપે ફોંગીગ કામગીરી ચાલુ કરી છે. ઉપરાંત ચાર ટિમો દ્વારા ફળિયામાં રહેતા સ્થાનિકોના લોહીના નમૂનાઓ લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.

(4:58 pm IST)