Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મહેસાણામાં લોભામણી જાહેરાતોથી અંજાયેલા શખ્સને 24.80 લાખ ગુમાવવાની નોબત આવી

મહેસાણા: મહેસાણામાં લોભામણી સ્કીમોની જાહેરાતોથી અંજાયેલા એક ગૃહસ્થે રૂા. ૨૪.૮૦ લાખની રકમ ગુમાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે બે આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ આરંભી છે.

મહેસાણા હાઈવે પર આવેલ સ્યામ મોલના ત્રીજા માળે દિક્ષિત સુથાર અને પ્રદિપ ચૌધરી નામના શખ્સોએ ઓફિસ શરૂ કરીને ઉંચા વ્યાજે રોકાણકારોને વધુ નફો આપવાની જાહેરાત કરીને લાલચ આપવામાં આવી હતી. આવી લોભામણી  લાલચોથી અંજાઈને મહેસાણા તાલુકાના અંબાસણ ગામના વતની પ્રકાશભાઈ શંકરભાઈ પરમારે આ કંપનીમાં જુદા જુદા સમયે પોતાની રૂા. ૨૪.૮૦ લાખની રકમ થાપણ તરીકે મુકી હતી. પરંતુ સમય થવા છતાં તેઓને યોગ્ય વળતર નહીં મળતાં તેમણે પોતાની સાથે ઠગાઈ આચરવામાં આવી હોવાના મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પુર્વ યોજિત કાવતરું તેમજ છેતરપીંડી અંતર્ગત ફેબ્યુલેસ ઓફિસના બે સંચાલકો સામે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે. નોંધપાત્ર છે કે જેની સામે છેતરપીડીનો ગુનો નોંધાયો છે તે બે ગઠિયાઓના કાવતરાનો ભોગ બનેલ એક ગર્ભવતી પરિણીતાએ પોતાના સગાસંબંધીઓ અને મિત્ર વર્તુળના લાખો રૂપિયા ફસાયા હોવાના કારણે નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો હોવાની ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે.

(4:54 pm IST)