Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ઊંઝામાં જુદા જુદા ત્રણ વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 1 લાખની વધુની રોકડ જપ્ત કરી

ઊંઝા: ઊંઝા એપીએમસી માર્કેટમાં આવેલી દુકાન નંબર ૧૪૭ની બહાર પડેલ કોથળાની આડશમાં કેટલાક ઈસમો સાંજના સમયે જુગાર રમી રહ્યા હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતાં ટોળામાં નાસભાગ મચી ગઈ હતી. જોકે પાંચ શખ્સો હસમુખભાઈ બાબુલાલ પટેલ (રહે. ઓમકાર સોસાયટી), ગોવિંદભાઈ અમૃતલાલ પટેલ(શ્રીજીપાર્ક સોસાયટી),  લલીતકુમાર ગોવિંદભાઈ પટેલ(રહે. શંકર પરૂ, ઊંઝા), ભરતભાઈ શીવરામભાઈ પટેલ) રહે. વડેચી સોસાયટી, તથા કિર્તીકુમાર સોમાભાઈ પટેલ(રહે. અંબિકાનગર, ઊંઝા) જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓની પાસેથી રોકડ રૂા. ૧૦૧૬૦ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ઉનાવા નજીક પ્રતાપગઢ ગામની પાછળ લીમડાના ઝાડ નીચે  ખુલ્લી જગ્યામાં જુગારખાનું ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતાં ચાર શખ્સો શંકરભાઈ કામરાજભાઈ ચૌધરી, મહેશભાઈ હેમરાજભાઈ ચૌધરી, સુનિલભાઈ માવજીભાઈ ચૌધરી તથા દિનેશ હરચંદભાઈ રાવળ (રહે. તમામ પ્રતાપગઢ) ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રૂા. ૪૨૩૦ની રોકડ કબજે લઈ કાર્યવાહી કરી છે. સામે દાસજમાં રણછોડપુરા રોડ પર આવેલા ગલ્લાની બાજુમાં ચાલી રહેલા જુગારની બાતમીની રેડ કરતાં ત્રણ શખ્સો સૈયદ યાસીનભાઈ ફરીદભાઈ(ભાંખર) સૈયદ કલીમમુલ્લા સાવજમીયા(ભાંખર) તથા જુગારખાનું  ચલાવતા મુખ્ય સુત્રધાર ચૌહાણ દિનેશકુમાર અંબારામભાઈ(દાસજ) પાસેથી રૂા. ૧૮૭૦ની રોકડ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

(4:54 pm IST)