Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

અમદાવાદમાં દિલ્હીથી લવાતો ૨૦ કરોડના કોકેઈનના જથ્થા સાથે એકની ધરપકડ

૪ કિલો ડ્રગ્સ ઝડપી લેવામાં ગુજરાત એનસીબીને સફળતા

અમદાવાદ : ગુજરાત NCBને મળી મોટી સફળતા, ૨૦ કરોડના ૪ કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી

આરોપી ટેરીક પીલ્લાઈ પાસેથી જપ્ત કરવામાં આવેલા મુદામાલની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા ૨૦ કરોડ જેટલી થાય છે.

ગુજરાત NCBને ડ્રગ પકડવામાં મોટી સફળતા મળી છે. NCBની ટીમે ૪ કિલો કોકેઇન સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ઈમિગ્રેશન વિભાગમાંથી આ કોકેઇનનો જથ્થો લઈને જતો આરોપી ટેરીક પીલ્લાઈ ઝડપી ગયો છે. આરોપી ટેરીક પીલ્લાઈ દિલ્લીથી આવતો હતો. પિલ્લાઇ વિરુદ્ધ ૭૦ મુજબની LOC નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. આરોપી ટેરીક પીલ્લાઈ પાસેથી જપ્ત કરવામાં આવેલા મુદામાલની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂપિયા ૨૦ કરોડ જેટલી થાય છે.

પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતની આ ઘટના બાદ ટેન્કરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો છે.

VMC ના સિટી એન્જીનીયર શૈલેષ મિસ્ત્રી દ્વારા નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી, જેને આધારે કોર્પોરેશનના આ બંને અધિકારીઓની અટકાયત કરવામાં આવી છે.

(4:22 pm IST)