Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શ્રેષ્ઠ ઇન્વેસ્ટીગેશન માટે ગુજરાતના આઇપીએસ વિધિ ચૌધરી સહીત ૬ અધિકારી-કર્મચારીને પોલીસ મેડલ

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ર૦ર૧ દરમિયાન શ્રેષ્ઠ ઇન્વેસ્ટીગેશન કરનાર દેશના ૧૫૨ પોલીસ અધિકારી-કર્મચારીઓને સ્વતંત્રતા દિન નિમિતે પોલીસ મેડલથી નવાજવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં ગુજરાતના મહિલા આઇપીએસ વિધિ સોમદત ચૌધરી, જામનગરના એસપી નિતેષ પાંડે, ઇન્સ્પેકટર એમ.એલ.સલુકે, ઇન્સ્પેકટર એમ.વી.તડવી, ઇન્સ્પેકટર દર્શનસિંહ ભગવતસિંહ બારડ અને ઇન્સ્પેકટર એ.વાય.બ્લોચ સહિત ૬ નો સમાવેશ થાય છે. પોલીસ મેડલથી સન્માનીત જાહેર થયેલા અધિકારીઓમાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છતીસગઢ, ગોવા, ગુજરાત, હરીયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરલા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, નાગાલેન્ડ, ઓડીસ્સા, પંજાબ, રાજસ્થાન, તામીલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, વેસ્ટ બંગોલ, દિવ-દમણ-દાદરા નગર હવેલી, દિલ્હી સહીતના રાજયો અને નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી,  સીબીઆઇ, નાર્કોટીકસ બ્યુરો સહીતની પાંખોના અધિકારીઓનો સમાવેશ થાય છે.

(4:02 pm IST)