Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

હાર્દિક પટેલ સુરતમાં : સ્કુલ-ઇમેકટ ફી સહિતના મુદ્દે મિટીંગોનો ધમધમાટ

રાજકોટ, તા. ૧ર :  કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગઇ કાલથી ૪ દિવસ સુરતના પ્રવાસે છે. આંદોલનના સાથીઓ, આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરશે. તેમજ લોકોના વિવિધ સૂચન અને સમસ્યાને સાંભળશે.

હાર્દિક પટેલે ''અકિલા''ને જણાવ્યું હતું કે સ્કુલ ફી, મકાનોની ઇમેકટ ફી સહિતના મુદ્દે જુદા જુદા આગેવાનો, વાલીઓ સાથે મીટીંગો કરવામાં આવશે.

લોકોને ન્યાય મળે તે માટે રાજય સરકાર સુધી વાત પહોંચાડવા માટે તંત્રને ઢંઢોળવામાં આવશે. 

(12:54 pm IST)