Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ હેઠળ કેન્દ્ર સરકારે સુરતને 'વોટર પ્લસ'નું બિરૂદ આપ્યું : વિજયભાઈએ આપ્યા અભિનંદન

શહેરમાં ૧૧ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને ૩ ટ્રેસરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ કાર્યરત : ડ્રેનેજ પાણી ટ્રિટ કરીને પાલિકાને વર્ષે ૧૪૦ કરોડની આવક

સુરત તા. ૧૨ : સુરત શહેરની વધુ એક ઓળખ મળી છે શહેરમાં ગંદા પાણીમાંથી નાણાં ઊભા કરનાર સુરતની સિદ્ઘિમાં વધારો થતા સુરત રાજયનું પ્રથમ એવું શહેર બન્યું છે જેને સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ અંતર્ગત વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યું હોય. કેન્દ્ર સરકારે સુરતે વોટર પ્લસ જાહેર કરતા ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતવાસીઓને ટ્વીટ કરી અભિનંદન આપ્યા હતા.

મહત્વનું છે કે ભારત સરકારના શહેરીકાર્ય અને આવાસ મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ હેઠળ વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના ૭૦૦ માકર્સ નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં વોટર પ્લસ પ્રોટોકોલનો હેતુ શહેરો અને નગરો દ્વારા ગંદા પાણીની વૈજ્ઞાનિક તરીકે પ્રોસેસ કરી તેનો નિકાલ થાય અને પર્યાવરણ જળસૃષ્ટિને નુકસાન ન પહોંચે તે રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. જેમાં સુરત શહેરે બાજી મારી જતા સમગ્ર રાજયમાં સુરત એવું એક માત્ર શહેર બન્યું છે જેમાં વોટર પ્લસ પ્રોટોકોલમાં જે પેરામીટર્સ બનાવવામાં આવ્યા છે, તેનું સારી રીતે પાલન કરવામાં આવ્યું હોય. જેમાં સુરત શહેરે બાજી મારી લીધી છે.

ઉલ્લેખનિય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ હેઠળ કેન્દ્ર સરકારે દેશના ૪ વોટર પ્લસ શહેરમાં સુરતને ગુજરાતનું પ્રથમ શહેર જાહેર કરવામાં આવ્યું છે. સુરત દેશનું એક માત્ર શહેર છે જયાં ગંદા પાણીના પ્રોસેસીંગ માટે ૧૧ એસટીપી છે. ટ્રીટેડ વોટર રીયુઝ કરવા ૩ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેના થકી ગંદા પાણીનો નિકાલ તો થાય છે પરતું તેની સાથે સારી એવી આવક પણ થાય છે આના થકી પાલિકાને વાર્ષિક ૧૪૦ કરોડની આવક થાય છે. ૨૦૨૦માં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે બીજો નંબર મેળવ્યો હતો.

સુરત શહેરને મળ્યું વોટર પ્લસનું સર્ટિફિકેટ મળતા સુરતવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ની ચકાસણીમાં કેન્દ્રની ટીમે ૯૨ જગ્યાઓનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં શૌચાલય, વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું જે બાદ તમામ પરીક્ષણોના અંતે સુરતને વોટર પ્લસ સર્ટિફિકેટ મળ્યું છે. જો વાત કરવામાં આવે તો સુરતમાં ૧૧ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને ૩ ટ્રેસરી ટ્રિટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, તેમજ ડ્રેનેજ પાણી ટ્રિટ કરીને પાલિકા વર્ષે ૧૪૦ કરોડની આવક મેળવે છે.

(3:10 pm IST)