Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

મહેસાણા પાસે લાખોનો દારૂ ઝડપાયો : અમદાવાદ લઈ જવાતો હતો: એક ઝડપાઈ ગયો ચાર ભાગી ગયા

મહેસાણા પંથકમાં મેવડ નજીકથી ૪૦ લાખનો અધધધ દારૂ ઝડપાયો છે.  હરિયાણા પાર્સિંગનુ કન્ટેનર મહેસાણાથી  અમદાવાદ જતું હતું..

મહેસાણા એલસીબી  પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને આગળની તપાસ હાથ ધરી છે. ૨૫ લાખનું કન્ટેનર મળી કુલ ૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જેમાં એક આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે અને ૪ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

(11:38 am IST)