Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

RTI ના કાયદાને ભુલી ગયેલા નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અરજદારને જવાબ ન આપતા અરજદારે ઉપરી કક્ષાના દ્વાર ખખડાવ્યા

UPA સરકારે નાગરિકો ને સરકારી માહિતી જાણવા માટે નો અધિકાર આપ્યો, પણ નોકરશાહોની જાડી ચામડી બે-અસર: ગુજરાત સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા પ્રમોશનની પાત્રતા ધરાવતા MPHWના વર્કરોની યાદી માંગી હોવા છતાં,મુખ્ય આરોગ્ય અધિકારીએ આદેશ પણ ઘોળીને પી ગયા??:કોરોના ના કપરા કાળ મા ફિલ્ડ મા ફરજ બજાવતા હેલ્થ વર્કરો ને માત્ર "કોરોના વોરિયર્સ" કોરું બિરુદ આપી દેવાથી હેલ્થ વર્કરો નિરુત્સાહ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ હસ્તકના મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો કે કે 2012ની સીધી ભરતીથી જોડાયા હોય એવા હેલ્થ વર્કરો ને છેલ્લા ઘણા સમયથી પ્રમોશન મળવા પાત્ર હોય અને ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ પાસે પ્રમોશનને પાત્ર એવા મ.પ.હે.વ ની યાદી માંગવામા આવી છે કે કેમ? એ સહિત ની અન્ય 7 મુદ્દા બાબતે આર.ટી.આઈ 2005 ના માહિતી અધિકારના કાયદા હેઠળ નિયત નમૂના મા અરજદાર ઈકરામ મલેક દ્વારા માહિતી ગત તારીખ 1/06/2021ના માંગવામા આવી હતી. માહિતી મેળવવા ના કાયદા અનુસાર 30 દિવસ વીતવા છતાં નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ ના માહિતી અધિકારી એવા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા કોઈ પણ જાતની માહિતી કે જવાબ આપવામાં આવ્યો ન હતો.

તત્કાલીન યુ.પી.એ સરકારે સરકારી વિભાગોમા ચાલતા ભ્રષ્ટચાર અને ગેર વહિવટને રોકવા અને સરકારી અધિકારીઓને જવાબદાર બનાવવા માટે અને લોકોને સરકારી બાબુઓ દ્વારા થતી નાહક ની હેરાનગતિ ને રોકવા માટે આ કાયદો ખુબજ મહત્વ નું ગણાવાયું હતું, પરંતુ સમયાંતરે સરકારો ની અદલાબદલીમા આ કાયદાને હવે પાછળ થી સુધારા વધારા કરી લુલો કરી નાખવામાં આવ્યો છે.
આથી માહિતી કાયદાનુસાર અરજદાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને તારીખ 08/07/2021 ના પ્રથમ અપીલ કરવામાં આવી છે જેની મુદત પણ હવે નજીકમા છે પરંતુ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હજી કોઈ સુનાવણી કરવામાં આવી નથી. ના છૂટકે હવે અરજદારને ગુજરાત રાજ્ય માહિતી આયોગ સમક્ષ બીજી અપીલ કરવાનો વખત આવ્યો છે. આમ નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગની અદોડાઈ હવે પરાકાષ્ટા ઉપર પોહ્નચી ગઈ છે.

(10:50 am IST)