Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિને રીગાપાદર ગામના બાળકોને સ્કુલ બેગોનું વિતરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં અંતરિયાળ જંગલ વિસ્તારનાં રીગાપાદર ગામના જરૂરિયાતમંદ આદિવાસી બાળકોને આદિવાસી જન સેવા ટ્રસ્ટ દ્વારા સ્કુલ બેગો  વિતરણ કરીને ૯ મી ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી જેમાં ગામના આગેવાન વિરસિંગભાઈ વસાવા, જયસિંગ ભાઈ વસાવા, કમલેશભાઈ વસાવા, તારસિગભાઈ વસાવા, મુળજીભાઈ માકતાભાઈ વસાવા, દિવાલીયાભાઈ વસાવા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં
 આદિવાસી જન સેવા ટ્રસ્ટ પલસીના પ્રમુખ ગોપાલભાઈ વસાવા,નિવૃત આચાર્ય પી.કે. વસાવાના વરદ હસ્તે ધોરણ ૧ થી ૫ સુધીના ગરીબ બાળકોને સ્કુલ બેગો આપી અનોખી પહેલ કરીને વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી.
  આ પ્રસંગે આદિવાસી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ ભાઈ વસાવા જણાવ્યું કે આદિવાસી સમાજમાં ધણા ખરા ગરીબ બાળકોને શાળાએ ભણવા પુસ્તકો લઈ જવા સ્કુલ બેગો મળતી નથી જેથી આવા બાળકો પ્લાસ્ટિકની બેગમાં પુસ્તકો ભરી ભણવા જતાં હોય છે જેના લીધે અમે વિશ્ર્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી ગરીબ બાળકોને સ્કુલ બેગો આપીને શિક્ષણની જયોત જલાવવા એક પ્રયાસ કર્યો છે.

(10:49 am IST)