Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

રાજપીપળા ખાતે આવેલી નાંદોદ મામલતદાર બિલ્ડીંગની બે વર્ષથી બંધ પડેલી લિફ્ટ આખરે ચાલુ થતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે કરોડોના ખર્ચ બનેલી નાંદોદ મામલતદાર કચેરીની લિફ્ટ કચેરી ના ઉદ્દઘાટન બાદ થોડાક સમય માંજ બંધ પડી જતા ત્યાં આવતા વિકલાંગ કે વૃદ્ધ અરજદારો પરાણે દાદર ચઢતા હતા છતાં ત્યાં ફરજ બજાવતા અધિકારીઓ આ બાબતે જાણે અજાણ હોય તેમ બે વર્ષ જેવા સમય સુધી લીફ્ટ કોઈ કારણોસર બંધ રહેવા છતાં કોઈના પેટનું પાણી હલ્યું ન હોય એમ લાગ્યું હતું.
જોકે આ બાબતે નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસ સાથે અમારા પ્રતિનિધિ એ સ્ટોરી સંદર્ભે પૂછતાછ કરતા વ્યાસ સાહેબે પોજેટિવ રિસ્પોન્સ આપી બંધ લિફ્ટ બાબતે લાગતા વળગતા અધિકારી સાથે વાત કર્યા બાદ આ હવે આ તકલીફનો અંત આવ્યો અને લિફ્ટ શરૂ થઈ જતા સૌએ રાહત અનુભવી છે.

(10:46 am IST)