Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સુરતના પોશ વિસ્તારમાં નોકરાણી તરીકે કામ મેળવી ચોરી કરતી નેપાળી મહિલાઓ ઝડપાઇ

માલિકનો વિશ્વાસ કેળવીને મોટો હાથ ફેરો કર્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ જતા

સુરતના સૌથી પોશ ગણાતા વેસુ સિટીલાઇટ વિસ્તારમાં નોકરાણી તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ આપતી નેપાળી મહિલાઓ ઝડપાઇ છે  અગાઉ એક મકાનમાં ચોરી થયા બાદ પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી. ખાસ કરીને રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી બંન્ને નોકરાણીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સિટીલાઇટ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી નોકરાણી તરીકે કોઇ વ્યક્તિના લાગ્યા બાદ મહિલા દ્વારા આ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. જો કે ચોરીની ઘટનામાં નેપાળી મહિલાઓ હોવાની વિગતો પણ મળી છે. આ ઉપરાંત ગત્ત 4 તારીખે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અભિષેક બંગલોના 1 મકાનમાં બે મહિલાઓ નોકરાણી તરીકે નોકરી લાગ્યા બાદ માલિકનો વિશ્વાસ કેળવીને મોટો હાથ ફેરો કર્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ જતા હતા.

જો કે દોઢેક લાખ રૂપિયાની મત્તાની ચોરી થયા બાદ પોલીસે આ દિશામાં ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ત્યારે આ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. પોલીસે સીટીલાઇટ વિસ્તારનાં અનેક સીસીટીવી ચેક કર્યા બાદ બે શંકાસ્પદ મહિલાઓની ઓળખ કરી હતી. આ તમામ વિગતોને આધારે પોલીસે કેલાજી કલાલી (નેપાળ)સીતા ઉર્ફે સીતલી તન વિશ્વાકર્મા જવરસીંગ વિશ્વાકમાં જયારે પથોરીયા -૨ , થાના . કૈલાલી જી.કેલાલી (નેપાળ) અને હાલમાં , ગૌરીશંકર સોસાયટી , પનાસ ગામ સુરત તથા અમરતલાવાડી , કતારગામ માં રહેતી રીમા ઉર્ફે તારા બલ બહાદુર વિશ્વાકર્મા ગૌપાલ ઉર્ફે રણસીંગ વિશ્વાકર્માઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.

(12:35 am IST)