Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ગુજરાત કોંગ્રેસમાં મોટી નવાજૂનીનાં એંધાણ : નરેશ રાવલ અને તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા :બુધવારે હાઇકમાન્ડ સાથે મીટિંગ

નરેશ રાવલના ગ્રૂપ દ્વારા સોનિયા ગાંધી પાસે મુલાકાતનો સમય મંગાયો હતો.: પ્રદેશ અધ્યક્ષ, નેતા વિપક્ષ અને આગામી ચૂંટણી સહિતના મુદ્દે ચર્ચા થવા સંભવ

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં મોટી નવાજૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે ગુજરાત કોંગ્રેસના  તુષાર ચૌધરી, નરેશ રાવલ સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. અને 14 જૂલાઇએ હાઇકમાન્ડ સાથે બેઠક પણ કરશે

 કોંગ્રેસના એક જૂથના નેતાઓની પાર્ટી કાર્યાલય બહાર બેઠક મળી હતી. જેમાં નરેશ રાવલના ઘરે થોડા દિવસો અગાઉ બેઠક મળી હતી. ત્યારે અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને પરેશ ધાનાણીની ટીમ સિવાયના જૂથની બેઠકમાં સોનિયા ગાંધી સમક્ષ કયા મુદ્દાઓ રાખવા તેને લઈ ચર્ચા થઈ હોવાની સૂત્રોની માહિતી સામે આવી હતી.

 નરેશ રાવલના ગ્રૂપ દ્વારા સોનિયા ગાંધી પાસે મુલાકાતનો  સમય મંગાયો હતો. સોનિયા ગાંધી સમક્ષ ગુજરાત કોંગ્રેસના પ્રશ્નો સહિતના મુદ્દાઓને લઇ ચર્ચા કરાશે. જેમાં ગુજરાત કોંગ્રેસમાં નિરીક્ષક, પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગે ચર્ચા કરાશે

. થોડા દિવસો અગાઉ કોંગ્રેસ નેતાઓની બેઠકને લઇ સૂત્રોકીય માહિતી સામે આવી હતી. કોંગ્રેસના એક જૂથની નરેશ રાવલના ઘરે મળી બેઠક હતી. જેમાં નવા પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકમાં થયેલી ચર્ચાની કેટલીક ખાનગી માહિતી છે ગુજરાત કોંગ્રેસમાં સિનિયર નેતાઓ કે પૂર્વ પ્રમુખ રહી ચુકેલાને પ્રદેશ પ્રમુખ ન બનાવવાની આ બેઠકમાં ચર્ચાનો ખુલાસો થયો હતો.

(12:02 am IST)