Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વડોદરા:આજવા રોડ નજીક નશો કરી પત્ની પર ત્રાસ ગુજારનાર પતિ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

વડોદરા: શહેરનાઆજવારોડ વિનય સોસાયટીમાં રહેતા અલ્પાબેન મિતેશકુમાર સુથારે મહિલા  પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મારા લગ્ન મે ૨૦૧૫ માં મિતેશ (રહે.નવાપુરા,વિજય ટોકીઝ સામે, તા.કાલોલ, જિ.પંચમહાલ) સાથે થયા હતા.ત્યારબાદ હું સાસરીમાં ગઇ હતી.મારા પતિની નોકરી બારેજા ખાતે હતી.હું ત્યાં રહેવા ગઇ ત્યારે મને જાણ થઇ કે,મારા  પતિને દારૃ  પીવાની ટેવ છે.તેઓ દારૃ પીને ઘરે આવીને ઝઘડો કરી તમાશો કરતા હતા.લગ્ન પછી મારા પતિ મને દમણ ફરવા લઇ ગયા હતા.ત્યાં પણ તેમણે દારૃ પીને હોટલમાં ધમાલ કરી હતી.લગ્ન પછી હું  ગર્ભવતી થતા પિયરમાં ગઇ  હતી. દીકરીનો જન્મ થતા મારા સાસરી પક્ષના લોકો નાખુશ હતા .કારણકે તેઓને દીકરો જોઇતો હતો.

મારા પતિએ નોકરી છોડીને કાલોલ મુકામે ધંધો શરૃ કર્યો હતો.ધંધામાં નફો થાય કે ખોટ જાય મારા પતિ દારૃ પીને આવતા હતા.હું મારા સાસુ સસરાને કહું તો તેઓ એવું કહેતા હતા  કે,મારો દીકરો એકલો  દારૃ પીવે છે ?બધા  જ દારૃ પીવે છે.તારે સહન કરવું પડે.ગત તા.૦૪-૦૨-૨૦૨૧ ના રોજ મને પહેરેલા કપડે કાઢી મુકી હતી.ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે  અલ્પાબેનના  પતિ મિતેશ, સસરા રાજેશભાઇ અને સાસુ જનકબેન સામે ગુનો દાખલ કરીને કાયદેેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:35 pm IST)